યૂનિટેકના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેશે સરકાર, સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો પ્રસ્તાવ

આ બીજી વખત છે જ્યારે કેન્દ્રએ આ પ્રકારે કોઈ કંપનીને ટેકઓવર કરી છે. આ પહેલા 2009માં સત્યમને સરકારે ટેક ઓવર કરી હતી, બાદમાં મહિન્દ્રા આઈટીએ કંપનીને ટેક ઓવર કરી હતી. 

યૂનિટેકના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેશે સરકાર, સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો પ્રસ્તાવ

નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ કંપની યૂનિટેકનું વ્યવસ્થાપન નિયંત્રણ કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી 30 હજાર ઘર ખરીદનારાને રાહત મળશે, જે વર્ષોથી પોતાના ઘરની રાહ જોઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે સમાધાનની રૂપરેખા તૈયાર કરવા માટે યૂનિટેક લિમિટેડ માટે નવા બોર્ડને બે મહિનાનો સમય આપ્યો અને તેનો રિપોર્ટ માગ્યો છે. 

જસ્ટિસ ડીવાઈ ચન્દ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની પીઠે નવા બોર્ડને કોઈપણ પ્રકારના કાયદાકીય કાર્યવાહીથી બે મહિનાની છૂટ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, યૂનિટેકના નવા બોર્ડ દ્વારા સમાધાનની રૂપરેખા બનાવવાની તૈયારીની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના એક નિવૃત જનની નિમણૂક કરશે. 

કેન્દ્રએ શનિવારે સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, આશરે 12,000 પરેશાન મકાન ખરીદારોને રાહત પ્રદાન કરવા માટે યૂનિટેકની અધવચ્ચે લટકેલી પરિયજનાઓને પૂરી કરવા અને યૂનિટેક લિમિટેડના મેનેજમેન્ટને પોતાના હાથમાં લેવાના 2017ના પ્રસ્તાવ પર ફરીથી વિચાર માટે તૈયાર છે. 

કોર્ટમાં રજૂ છ પાનાના પત્રમાં કેન્દ્રએ કહ્યું હતું કે, તે યૂનિટેકના વર્તમાન મેનેજમેન્ટને હટાવવા અને સરકારના 10 વ્યક્તિઓને ડાયરેક્ટર નિયુક્ત કરવાના ડિસેમ્બર 2017ના પોતાના પ્રસ્તાવ પર ફરીથી વિચાર કરવા તૈયાર છે. સાથે કેન્દ્રએ કહ્યું હતું કે, તે કંપનીની બાકી પરિયોજનાઓને પૂરી કરવા માટે તેમાં પૈસા લગાવશે નહીં. કેન્દ્રએ કહ્યું હતું કે, કોર્ટે 12 મહિનાની છૂટ આપવી જોઈએ. 

રેકોર્ડ ઉંચાઈ પર ખુલ્યું હતું શેરબજાર, 400 પોઈન્ટના ઘટાડા સાથે થયું બંધ

બીજીવાર કોઈ કંપનીને કરી ટેકઓવર
આ બીજી વખત છે જ્યારે કેન્દ્રએ આ પ્રકારે કોઈ કંપનીને ટેકઓવર કરી છે. આ પહેલા 2009માં સત્યમને સરકારે ટેક ઓવર કરી હતી, બાદમાં મહિન્દ્રા આઈટીએ કંપનીને ટેક ઓવર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news