કોણ છે ઈશા અંબાણીના 'બિઝનેસ ગુરુ' : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર

Isha Ambani: ઈશા અંબાણીએ યેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈશા અંબાણીની RRVL કંપનીની સફળતામાં ઈશાની સાથે એક અન્ય વ્યક્તિનો પણ સિંહ ફાળો છે. જે ઈશાની સાથે જ હોય છે અને લાખો રૂપિયાનો પગાર લઈ રહ્યાં છે. 

કોણ છે ઈશા અંબાણીના 'બિઝનેસ ગુરુ' : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર

Darshan Mehta success story: ઈશા અંબાણી આજે કોઈ ઓળખાણને મોહતાજ નથી. આજે રિલાયન્સમાં તે ઝંડા ગાડી રહી છે. ભલે એમના લગ્ન થઈ ગયા છે પણ મુકેશ અંબાણીની દીકરીએ આજે પણ રિલાયન્સમાં એટલી જ સક્રિય છે. ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સફળતાની સીડી ચઢી રહી છે. પરંતુ અંબાણીની દીકરીની આ સફળતા પાછળ એક વ્યક્તિનો મોટા હાથ છે. જે તેમને ડગલે ને પગલે સલાહ આપી રહ્યાં છે. 

મુકેશ અંબાણીએ દીકરીના હાથમાં બિઝનેસ સોંપ્યો ત્યારે તેમને વિશ્વાસ હતો કે દીકરીમાં પણ એમના જ ગુણ છે. જે કારોબારને સારી રીતે સમજે છે અને કંપનીને એક સમયે નફાકારક બનાવી દેશે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ પણ રિલાયન્સની અન્ય કંપનીઓની જેમ સફળતાના શિખરોને સ્પર્શી રહી છે. ઈશા 8.381 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી વેલ્યુએશન સાથે RRVL દેશની ટોચની ચાર કંપનીઓમાં સામેલ છે. જે ઈશાની સફળતા દેખાડે છે. 

ઈશા અંબાણીએ યેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈશા અંબાણીની RRVL કંપનીની સફળતામાં ઈશાની સાથે એક અન્ય વ્યક્તિનો પણ સિંહ ફાળો છે. જે ઈશાની સાથે જ હોય છે અને લાખો રૂપિયાનો પગાર લઈ રહ્યાં છે. 

આરબીએલના ચેરમેન દર્શન મહેતા ઈશાનો રાઇટ હેન્ડ છે 
નામ છે એમનું દર્શન મહેતા, RRVLની સિસ્ટર કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) ના ચેરમેન અને MD છે. દર્શન મહેતા જે ઈશાને દરેક બાબતમાં મદદ કરે છે. દર્શન મહેતા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને RBLને ભારતની પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી છે. દર્શન મહેતાની વ્યૂહરચનાને કારણે જ્યોર્જિયો અરમાની, બોટ્ટેગા વેનેટા, જિમી ચૂ અને બરબેરી જેવી 50થી વધુ આંતરરાષ્ટ્રીય હાઈ-એન્ડ બ્રાન્ડ્સ ભારતીય બજારનું ગૌરવ બની ગઈ છે.

RBLનો 2.6 લાખ કરોડનો બિઝનેસ
RBLને ટોચ પર લઈ જવા માટે દર્શને તેના અનુભવ સાથે તેની કુશળતાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. દર્શન મહેતા 2007માં RBLમાં જોડાયા હતા.  કંપનીએ નાણાકીય વર્ષ 2022-2023માં રૂ. 2.6 લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ છે દર્શન મહેતાનો પગાર
ઈશા અંબાણીની કંપની સાથે, દર્શને ત્રિકાયા ગ્રે એડવર્ટાઈઝિંગમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. જો કે, કંપની હવે WPP દ્વારા હસ્તગત કરવામાં આવી છે. ઈશા અંબાણીના બિઝનેસમાં દર્શન મહેતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2020-2021માં દર્શનનો પગાર વાર્ષિક રૂ. 4.89 કરોડ હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news