કોણ છે ઈશા અંબાણીના પાડોશી વિભા સિંઘવી? એક મહિનાની અંદર ખરીધા 130 કરોડમાં 2 ફ્લેટ

Mumbai Real Estate: માયાનગરી મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટ ઘણું ચર્ચામાં રહે છે. ફિલ્મી સિતારાઓના આ શહેરમાં તમારા સપનાનું ઘર ખરીદવું બધા માટે આમ વાત નથી. રિયલ એસ્ટેટ બજારની હાઈ પ્રાઈસ લોકોના સપનાઓને દબાવી દે છે.

 કોણ છે ઈશા અંબાણીના પાડોશી વિભા સિંઘવી? એક મહિનાની અંદર ખરીધા 130 કરોડમાં 2 ફ્લેટ

Mumbai Real Estate: માયાનગરી મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ અવારનવાર ચર્ચામાં રહે છે. ફિલ્મ સ્ટાર્સના આ શહેરમાં પોતાનું ઘર ખરીદવું દરેકની પહોંચમાં નથી. રિયલ એસ્ટેટ માર્કેટના ઊંચા ભાવ લોકોના સપનાને દબાવી દે છે. તાજેતરમાં આ શહેર ફરી એક વખત અહેવાલોમાં આવ્યું, જ્યારે 130 કરોડ રૂપિયાના બે ફ્લેટ વેચાયા. મુંબઈના વર્લી વિસ્તારમાં એક હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ વેચવામાં આવ્યા. આ ફ્લેટની કિંમત 130 કરોડ રૂપિયા આંકવામાં આવી.

130 કરોડનો ફ્લેટ
મુંબઈના વર્લી વિસ્તારના Naman Xana માં વિભા ડી સિંઘવીએ બે ફ્લેટ ખરીદ્યો છે.  600 વર્ગ મીટરના આ ફ્લેટની કિંમત 65 કરોડ રૂપિયા છે. માત્ર સ્ટેપ ડ્યૂટીના જ 6.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિંગના 21મા અને 29મા માળે બે ફ્લેટ ખરીદ્યા છે. વર્સી સી ફેસિંગમાં બનેલા આ ફ્લેટને દિગ્ગજ ફાર્મા ઉદ્યોગપતિ દિલીપ સિંઘવીની પત્ની વિભા ડી સિંઘવીએ ખરીદ્યા છે.

કોણ છે આ ફ્લેટનો ખરીદદાર
દેશની દિગ્ગજ દવા કંપની સન ફાર્માના માલિક દિલીપ સિંઘવીની પત્ની વિભા સિંઘવીએ આ બન્ને ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટની સાથે તેમણે 4 કાર પાર્કિંગ મળ્યા છે. આ એપાર્ટમેન્ટ તે સમયે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે બ્રિટેનના પ્રોફેશનલ ફૂટબોલ ક્લબ Barnsely ના માલિક નીરવ પારેખે આ જ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો. Pidilite ઈન્ડરસ્ટ્રીઝના માલિક નીરવ પારેખ અને તેમની માતા કલ્પના પારેખે 170 કરોડ રૂપિયામાં આ એપોર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે.

ઈશા અંબાણી હશે પાડોશી
તમને જણાવી દઈએ કે વર્લીના આ જ વિસ્તારમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનું ઘર છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલનું મુંબઈમાં બંગલો 'ગુલિતા' આ વિસ્તારમાં જ આવેલું છે. આ બંગ્લો સાઉથ મુંબઈના વર્લી વિસ્તારમાં છે. ઈશાના પિતા મુકેશ અંબાણીએ લગ્ન બાદ ઈશાને આ બંગ્લો ગીફ્ટ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news