તેજીના રેકોર્ડ બનાવનારું શેર બજાર અચાનક કેમ ઊંધા માથે પછડાયું? 5 પોઈન્ટમાં સમજી લો આખી વાત
જે શેરબજાર બે દિવસ પહેલા તેજીના રેકોર્ડ બનાવી રહ્યું હતું તે અચાનક તૂટવા લાગ્યું. એક જ ઝટકામાં રોકાણકારોના 4.5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. આ કડાકા પાછળ કોણ જવાબદાર છે?
Trending Photos
Why Share Market Crash: બુધવાર બાદ આજે ગુરુવારે પણ શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. બુધવારે શેર બજારમાં સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટના કડાકા સાથે બંધ થયો હતો. ગુરુવારે બજાર ખુલતા જ તે 500થી વધુ અંક ગગડી ગયો. હાલની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો બીએસઈ સેન્સેક્સ 303.47 પોઈન્ટના કડાકા સાથે 71197.29 પોઈન્ટના સ્તરે જોવા મળી રહ્યો છે. જ્યારે બીએસઈ નિફ્ટી 113.80ના કડાકા સાથે 21458.20 પોઈન્ટ પર છે.
HDFC બેંકના શેરોમાં આજે પણ ઘટાડાનો દોર ચાલુ છે. બેંકિંગ સ્ટોક્સ અને ફાઈનાન્શિયલ સર્વિસિસના શેરો પર ભારે દબાણ છે. જે શેરબજાર બે દિવસ પહેલા તેજીના રેકોર્ડ બનાવી રહ્યું હતું તે અચાનક તૂટવા લાગ્યું. એક જ ઝટકામાં રોકાણકારોના 4.5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. આ કડાકા પાછળ કોણ જવાબદાર છે?
કેમ ધડામ થઈ રહ્યું છે બજાર?
1. બુધવાર બાદ ગુરુવારના રોજ પણ શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શેર બજારમાં સુનામી આજે પણ ચાલુ છે. આ ઘટાડાનો સૌથી મોટો વિલન એશિયન બજાર હોવાનું કહેવાય છે. એશિયન માર્કેટમાં આવેલા મોટા કડાકાની સાથે ચીનની ઈકોનોમીમાં સુધારના સંકેતથી હોંગકોંગ સેંગ ઈન્ડેક્સ 2.5 ટકા પડ્યો, જેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી. અમેરિકી શેર બજાર સૂચકાંક પણ ઘટાડા સાથે બંધ થયો.
2. યુએસ ફેડરલના વ્યાજ દરોમાં કાપની આશાને લાગેલા ઝટકા બાદ બજાર સેન્ટીમેન્ટને ઝટકો લાગ્યો. જેની અસર બજાર ઉપર પણ જોવા મળી.
3. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ગઈ કાલે શેર બજારનો સૌથી મોટો વિલન બની. HDFC ના શેરોમાં 8 ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો. આજે પણ HDFC બેંકના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. HDFC બેંકના પરિણામોએ બજારને નિરાશ કર્યા. જેના કારણે બેંકિંગ સેક્ટરમાં વેચાવલી હાવી રહી.
4. વિદેશી રોકાણકારોની નફાવસૂલી: નબળા સંકેતો વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ખુબ નફાવાળી કરી. વિદેશી રોકાણકારોએ બુધવારે 10578 કરોડ રૂપિયાના શેર વેચ્યા. નફા વસૂલીની સીધી અસર આજે પણ બજાર પર જોવા મળી રહી છે.
5. રૂપિયાની સરખામણીમાં ડોલર મજબૂત થયો. રૂપિયો પણ શેર બજારમાં ઘટાડાનું કારણ બન્યો. બીજી બાજુ કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામોના કારણે બજારનો મૂડ બગડી ગયો અને બજાર પર દબાણ આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે