30 કરોડ મજૂરોને મોદી સરકાર આપશે દિવાળી ગિફ્ટ : હવે એક જ ક્લિકે મળશે આટલી સુવિધા
કેન્દ્ર સરકાર અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી સરળતાથી પૂરી પાડશે 'ઈ શ્રમ - વન સ્ટોપ સોલ્યુશન' લોન્ચ કરી રહી છે. જેના થકી મજૂરોને એક જ ક્લિક પર અનેક સુવિધાઓ મળી રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં નાની દુકાનો, મકાનો અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા અસંગઠિત ક્ષેત્રના 30 કરોડ કામદારોને મોદી સરકાર (Modi government) મોટી સુવિધાઓ આપવા જઈ રહી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આજે એટલે કે 21મી ઓક્ટોબરે 'ઈ શ્રમ -વન સ્ટોપ સોલ્યુશન' ('eShram - One Stop Solution') લોન્ચ કરશે.
સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક ક્ષેત્રની વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે એક જ જગ્યાએ તમામ પ્રકારના ઉકેલો આપવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત આ પહેલ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે 'ઈ શ્રમ - વન સ્ટોપ સોલ્યુશન' અસંગઠિત કામદારોને વિવિધ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોની સરળ પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
શું છે ઈ-શ્રમ 2.0 'એડવાન્સ્ડ પોર્ટલ' (e-Shram 2.0 'Unnat Portal')
અદ્યતન પોર્ટલ (Unnat portal) જેને eShram 2.0 તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો હેતુ અસંગઠિત કામદારો માટે હતો, જેની સંખ્યા લગભગ 30 કરોડ છે. આ મજૂરોની તમામ સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની માહિતી એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક રીતે સંકલિત કરવાની છે. જેમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોની 12 યોજનાઓને ઈ શ્રમ સાથે જોડવામાં આવી છે.
ગીગ વર્કર્સને પેન્શનની ભેટ પણ મળશે
આ સાથે કેન્દ્ર સરકાર (central government) ગીગ વર્કર્સને મોટી આર્થિક સુરક્ષા આપવાની પણ તૈયારી કરી રહી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya)કહ્યું છે કે વર્ક-આધારિત ચુકવણી પર કામ કરતા 'ગિગ' કામદારોને પેન્શન અને આરોગ્ય વીમા સહિત અન્ય સામાજિક સુરક્ષા લાભો આપવા માટે એક નીતિ બનાવવામાં આવી રહી છે. નીતિ આયોગ (NITI Aayog) અનુસાર, એવો અંદાજ છે કે દેશમાં ગીગ પ્રવૃત્તિઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ સાથે 65 લાખ કામદારો સંકળાયેલા છે.
વિવાદ સે વિશ્વાસ યોજના શું છે?
ગીગ વર્કર્સ (Gig workers)એ એવા કર્મચારીઓ છે કે જેમની પાસેથી કંપની કામચલાઉ ધોરણે હાયર કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ (online platforms) માટે કામ કરતા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામચલાઉ કર્મચારીઓને ગીગ વર્કર કહેવામાં આવે છે. કેન્દ્રીય શ્રમ મંત્રીએ કહ્યું, "અમે ગીગ કામદારોને તેમના અધિકારોથી વંચિત કરી શકતા નથી, અમારે તે પહેલાં એક નીતિ લાવવી પડશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે