સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશે

હરિયાણા અને કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીને લઇ બંને રાજ્યના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સુરતીઓને થઈ જશે ચાંદી જ ચાંદી! ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણી કરશે માલામાલ, આ રીતે કરોડોનો નફો રળી આપશે

ઝી બ્યુરો/સુરત: ઝારખંડમાં ફરીથી સરકાર બનાવવા માટે હેમંત સોરેને સુરતમાંથી 50 હજાર ઘડીયાળ મંગાવી છે. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ફરીથી સરકાર બનાવવા માટે પોતાના દરેક ચૂંટણી પ્રચાર સામગ્રીમાં બાલા સાહેબ ઠાકરેની તસવીર લગાવી રહ્યા છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી છે. પરંતુ તેની સીધી અસર સુરત શહેરમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે સુરતમાં ચૂંટણી સામગ્રીને લઇ ડિમાન્ડ વધી છે. ચૂંટણી સામગ્રીને લઇ સુરતમાં 50 કરોડ રૂપિયાનો ધંધો થઈ શકે છે તેવું અનુમાન વેપારીઓ દ્વારા લગાડવામાં આવ્યું છે.

હરિયાણા અને કાશ્મીર ચૂંટણી બાદ હવે આખા દેશની નજર મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં થનાર વિધાનસભા ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીને લઇ બંને રાજ્યના દરેક રાજકીય પક્ષના નેતાઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોતાના પ્રચાર પ્રસાર માટે તેઓએ જે ચૂંટણી સાધન સામગ્રી માટે શહેર પસંદ કર્યુ છે તે ગુજરાતનું સુરત શહેર છે. મહારાષ્ટ્ર અને ઝારખંડના નેતાઓ કસ્ટમાઈઝ અને ડિજિટલ ચુંટણી સામગ્રી માટે ત્રણ મહિના પહેલાથી જ ઓર્ડર આપી ચૂક્યા હતા. 

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરતના વેપારીઓને લાખોની સંખ્યામાં ઝંડા, ટીશર્ટ, ખેસ, સાડી, ટોપી, ટીશર્ટ સહિત આ વખતે ઘડિયાળનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે. આ ખાસ ઘડિયાળ ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન ની પાર્ટી માટે બનાવવામાં આવી છે. સુરતના વેપારીએ 50000 થી પણ વધુ ઘડિયાળ બનાવી છે . આ ઘડિયાળ કસ્ટમાઈઝ કરીને બનાવવામાં આવી છે. ઘડિયાળમાં હેમંત સોરેનની તસ્વીર છે સાથે તેમના પાર્ટી ચિન્હ પણ બનાવવામાં આવ્યું છે. 

ઝારખંડમાંથી સૌથી વધુ ચૂંટણી પ્રચાર માટે સામગ્રી નો ઓર્ડર હેમંત સોરેનની પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે કોટમાં લગાવનાર બટન પણ બનાવવામાં આવ્યા છે. જેમાં તેમની પાર્ટીનું ચિન્હ છે. આ સાથે વાહનોમાં લગાવવામાં આવનાર ઝંડા પણ સૌથી વધુ ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા પસંદ કરવામાં આવ્યા છે..જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં આ વખતે બે મહાગઠબંધન વચ્ચેની લડત સ્પષ્ટ પણે જોવા મળી રહી છે. 

સામાન્ય રીતે જ્યારે ચૂંટણી પ્રચારમાં નેતાઓ ખેસ પહેરે છે ત્યારે કેસ પર તેમના પાર્ટી ચિન્હ જોવા મળે છે. પરંતુ આ વખતે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણીમાં ખેસ પર કોઈ એક પાર્ટીનું ચિન્હ નથી પરંતુ મહાગઠબંધનની પાર્ટીનું ચિન્હ જોવા મળી રહ્યું છે. એક ખેસ પર મહાઅઘાડીના તમામ પક્ષોના ચિન્હ જ્યારે બીજા ફેસ પર શિંદે ભાજપ જુથના તમામ પક્ષોના ચિન્હ જોવા મળી રહ્યા છે. આ પ્રથમવાર છે કે એક જ કેસમાં મહાગઠબંધનના તમામ રાજકીય પક્ષોના ચિન્હો લગાડવામાં આવ્યા છે..

મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચૂંટણી પ્રચારની સામગ્રી સુરતથી એકનાથ શિંદે ગઠબંધન માટે ગઈ છે. એકનાથ દ્વારા જે ખાસ ઝંડો બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો તેમાં તેઓએ બાળા સાહેબ ઠાકરેની તસવીર વાપરી છે. તેઓની દરેક ચૂંટણી સામગ્રીમાં બાળા સાહેબ ઠાકરે જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે પક્ષ દ્વારા જે ચૂંટણી સામગ્રી બનાવવામાં આવી છે તેમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની તસ્વીર જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news