સૈફ પર હુમલાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી, શું કહ્યું ફડણવીસે?

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના જ ઘરમાં ચોરીના ઈરાદે ઘૂસેલા વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો અને અભિનેતા ગંભીર ઈજાઓ બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે હવે ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસને બરાબર આડે હાથ લીધી છે. 

સૈફ પર હુમલાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી, શું કહ્યું ફડણવીસે?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખાતરી અપાવી છે કે પોલીસે બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં મહત્વપૂર્ણ પુરાવા ભેગા કર્યા છે અને જલદી ગુનેહગારને પકડી લેવામાં આવશે. જો કે બીજી બાજુ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ કેસમાં પોલીસ ખુબ ઢીલા વલણથી કામ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે આ આરોપ બાન્દ્રા પોલીસ પર લગાવ્યો છે. 

શું બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ
નાગપુરમાં મીડિયા સાથે વાતચીતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પોલીસ તપાસ ચાલુ છે. તેમને અનેક પુરાવા મળ્યા છે અને મને લાગે છે કે પોલીસ બહુ જલદી (ગુનેહગાર સુધી) પહોંચી જશે. આ ઉપરાંત ફડણવીસે આ હુમલાને ગંભીર ગણાવ્યો, આ સાથે જ કહ્યું કે મુંબઈને અસુરક્ષિત કહેવું ખોટું છે. તેમણે કહ્યું કે મુંબઈ દેશનું સૌથી સુરક્ષિત મહાનગર છે. ઘટના ગંભીર છે પરંતુ શહેરને અસુરક્ષિત ગણાવવું ખોટું છે. 

ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસને જવાબદાર ઠેરવી
જો કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે બાન્દ્રા પોલીસે સૈફ અલી ખાન પર થયેલા હુમલાને ગંભીરતાથી લીધો નહીં અને તેના (ગુનેહગાર)ના સંભવિત ભાગવાના રસ્તાઓને બંધ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી) જેવા અન્ય યુનિટ્સનો તરત સંપર્ક કર્યો નહીં. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તરત કાર્યવાહીના પરિણામ સ્વરૂપે હુમલાખોરને હુમલાના ગણતરીના કલાકોમાં જ પકડી શકાય તેમ હતો. 

વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ બાન્દ્રા પોલીસને પૂરેપૂરી નિષ્ફળતા લાગે છે, જેમણે ઘટનાને ગંભીરતાથી ન લીધી અને ઘટના વિશે ખબર પડતા જ અપરાધીને પકડવા માટે આસપાસના અન્ય પોલીસ સ્ટેશળનો અને ક્રાઈમ બ્રાન્ચને પણ સતર્ક  ન કરી. 

ક્યારે અને કેવી રીતે થયો હતો હુમલો?
આ હુમલો ગુરુવારે સવારે થયો જ્યારે એક ઘૂસણખોર સૈફના બાન્દ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને તેમના પર અનેકવાર ચાકૂથી હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ થયેલા સૈફને લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમની સર્જરી થઈ અને હવે તે સાજો થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે પુષ્ટિ કરતા કહ્યું કે હજુ સુધી  કોઈની ધરપકડ થઈ નથી. સૈફના ઘરેલુ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેમને જવા દીધા. 

સૈફને ઓટોરિક્ષા દ્વારા હોસ્પિટલ પહોંચાડનારા ડ્રાઈવરે આ રાતને ભયાનક ગણાવતા કહ્યું કે, આ લગભઘ 2-3 વાગયાની ઘટના છે. જ્યારે મે એક મહિલાને ઓટો રોકવાની કોશિશ કરતા જોઈ. ગેટની અંતરથી રિક્ષા માટે અવાજ સાંભળીને મે યુટર્ન  લીધો. લોહીથી લથપથ એક વ્યક્તિ 2-4 લોકો સાથે બહાર આવ્યો. તેને મારી રિક્ષામાં બેસાડ્યો અને હું લીલાવતી હોસ્પિટલ માટે રવાના થયો. બાદમાં મને ખબર  પડી કે તે સૈફ અલી ખાન હતા. તેમના ગળા અને પીઠમાંથી ખુબ લોહી નીકળતું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news