વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં વિવિધ બાબાઓ વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર બાબાઓના વીડિયો ધૂમ મચાવી રહ્યાં છે.
Trending Photos
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે... તેમાં આસ્થાના અલગ-અલગ રૂપ જોવા મળી રહ્યા છે... જેમાં શ્રદ્ધાળુઓની સાથે સાથે વિવિધ અખાડાના બાબાઓએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું છે... ત્યારે મહાકુંભના પાંચમા દિવસે કયા-કયા બાબાઓએ શ્રદ્ધાળુઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું?... જોઈશું આ રિપોર્ટમાં...
13મી જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હિંદુઓના સૌથી મોટા ઉત્સવ મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે... ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં રોજ લાખો લોકો સ્નાન કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે... માત્ર ભારતના જ નહીં પરંતુ દેશ અને દુનિયાના અનેક શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે... જેના કારણે મહાકુંભ દિવ્ય, ભવ્ય અને અલૌકિક બની ગયો છે.
સંગમ નગરીમાં કરોડો શ્રદ્ધાળુઓનો જમાવડો છે... તેની વચ્ચે હવે કાંટાવાળા બાબા ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે... તેમનું નામ રમેશ કુમાર માંઝી છે... અને સાધના કરવાના પોતાના અનોખા અંદાજના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મહાકુંભમાં જૂના અખાડાના મહંત રાજપુરી મહારાજ પણ ચર્ચામાં છે... લોકો તેમને પ્રેમથી કબૂતરવાળા બાબા પણ કહે છે... કેમ કે છેલ્લાં 9 વર્ષથી તેમના માથા પર કબૂતર બિરાજમાન છે. સૂતા-જાગતા, ખાતા-પીતા કબૂતર તેમના માથા પર જ રહે છે.
આ તરફ સ્વામી સદાનંદ સરસ્વતી પણ મહાકુંભમાં આવી પહોંચ્યા... બેન્ડવાજા સાથે મહાકુંભમાં આવેલા સ્વામી શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા..
મહાકુંભ મેળો શરૂ થયો તેને હજુ 5 જ દિવસ થયા છે... તે દરમિયાન 7 કરોડથી વધુ શ્રદ્ધાળુઓેએ સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતાનો અનુભવ કર્યો છે... અને હજુ તો 26 ફેબ્રુઆરી સુધી મેળો ચાલવાનો છે... તે દરમિયાન શ્રદ્ધાળુઓના આગમનના તમામ રેકોર્ડ તૂટી જશે તે નક્કી છે... હાલ તો પ્રયાગરાજ અદભૂત, અલૌકિક અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે