Homemade Ghee: હવે આ ટીપ્સ ફોલો કરીને ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાઈ જશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી પહોંચશે
Homemade Ghee: જો તમે ગામડે મળે એવું શુદ્ધ, દાણેદાર અને સુગંધી ઘી ઘરે બનાવવા માંગો છો તો આજે તમને તેના માટેની સરળ ટીપ્સ જણાવીએ દઈએ. આ ટીપ્સ ફોલો કરી તમે 7 દિવસની મલાઈમાંથી ડબ્બો ભરીને દાણેદાર ઘી તૈયાર કરી શકો છો.
Trending Photos
Homemade Ghee: શુદ્ધ ઘીનો ડબ્બો જ્યારે ખોલવામાં આવે તો તેની સુગંધ ફેલાઈ જાય છે. સારું ઘી સુગંધી અને દાણેદાર હોય છે. શુદ્ધ ઘીથી બનેલી મીઠાઈ અને રસોઈનો સ્વાદ અનેકગણો વધી જાય છે. જો કે મોટાભાગના લોકો ઘી બજારમાંથી ખરીદી લેતા હોય છે. કારણ કે તેમને ખબર નથી હોતી કે તેઓ ઘરે દૂધની મલાઈમાંથી દાણેદાર ઘી બનાવી શકે છે. તો વળી કેટલાકના ઘરે ઘી બને છે પરંતુ તે જોઈએ તેવું સરસ બનતું નથી.
શુદ્ધ ઘી બજારમાં મોંઘું પણ મળે છે. પરંતુ તમે ઘરે ઘી બનાવો છો તો તે તમને એકદમ સસ્તુ પડશે. તેના માટે બસ રોજ જે દૂધ ગરમ કરો તેની મલાઈને એકઠી કરવાની હોય છે. ત્યારબાદ થોડા દિવસમાં તેમાંથી જ ડબ્બો ભરાઈ જાય એટલું ઘી બનીને તૈયાર થઈ જશે. આજે તમને ઘરે સુગંધી અને દાણેદાર ઘી બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવીએ.
ઘરે દાણેદાર ઘી બનાવવાની રીત
1. સૌથી પહેલા 6 થી 7 દિવસ સુધી ઘરે આવતા દૂધની મલાઈને સ્ટીલના ડબ્બામાં એકઠી કરવી. મલાઈને ઢાંકીને જ રાખવી અને ફ્રીજમાં જ સ્ટોર કરવી જેથી તેમાં વાસ ન આવે.
2. 7 દિવસ પછી મલાઈને એક મોટા વાસણમાં કાઢી લો અને તેમાં 3 થી 4 ચમચી દહીં અથવા થોડી છાશ ઉમેરો, ત્યારબાદ મલાઈને 3, 4 કલાક માટે રેસ્ટ આપો. ઠંડીની ઋતુમાં મલાઈને સાંજ સુધી રેસ્ટ આપવો.
3. ત્યારબાદ મલાઈને બ્લેડરની મદદથી બ્લેડ કરવી. આમ કરવાથી મલાઈમાંથી સફેદ માખણ અલગ થઈ જશે. તેયાર કરેલા માખણને અલગ વાસણમાં કાઢી તેમાં પાણી ઉમેરો.
4. પાણી સાથે ફરીથી માખણને ચમચા વડે બરાબર હલાવો અને જે સફેદ પાણી નીકળે તેને કાઢી નાખો. હવે જે સફેદ માખણ બચે તેને એક પેનમાં ધીમા તાપે ગરમ કરવા મુકો.
5. માખણ ઓગળે પછી મધ્યમ તાપ પર તેને સતત હલાવતા રહો. 10 થી 15 મિનિટમાં જ માખણમાંથી ઘી બનવા લાગશે. જ્યારે ઘીની સુગંધ આવવા લાગે તો ગેસ બંધ કરી તૈયાર કરેલા ઘીને ગરણી વડે ગાળી ડબ્બામાં ભરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે