8th Pay Commission: આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ ખાસ જાણો
8th Pay Commission Rules: આઠમાં પગાર પંચની રચના અંગેના ખુશખબર તો મળી ગયા પરંતુ હવે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત પર આ અપડેટ પણ કેન્દ્રીય કર્મચારીઓ ખાસ જાણો.
Trending Photos
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દેતા કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. પરંતુ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે. એવું કહેવાઈ રહ્યું છે કે આઠમું પગાર પંચ લાગુ થતા જ DA અને DR શૂન્ય કરી દેવામાં આવશે. કારણ કે પાંચમા પગાર પંચમાં એક ખાસ જોગવાઈ હતી જે હેઠળ મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) 50 ટકાથી વધુ થાય તો ઓટોમેટિકલી બેઝિક પગાર કે બેઝિક પેન્શનમાં સામેલ થઈ જતું હતું. આ સેલરી સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે કરાયું હતું. પરંતુ છઠ્ઠા પગાર પંચ અને સાતમાં પગાર પંચ હેઠળ આવું નહતું.
સાતમા પગાર પંચ હેઠળ શું હતી જોગવાઈ
છઠ્ઠા અને સાતમાં પગાર પંચમાં ડીએને બેઝિક પગાર સાથે મર્જ કરાયું નહતું. પરંતુ નવા પગાર પંચની ભલામણો લાગૂ કરતી વખતે પગાર ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર નક્કી થાય છે, આવામાં તે સમયે મોંઘવારી ભથ્થું તેમાં સામેલ હોતું નથી. મોંઘવારી ભથ્થું આવનારા સમયમાં પગાર પંચની ભલામણોના આધાર પર જોડાતું જાય છે.
સમયની સાથે વધતી મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર દર છ મહિને કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે મોંઘવારી ભથ્થાને સંશોધિત કરે છે. તેને જાન્યુઆરી અને જુલાઈથી કર્મચારીઓના પગારમાં કેલ્ક્યુલેટ કરાય છે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારા વિશે માર્ચ 2025માં એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.
DA 50% થી શૂન્ય પર પહોંચી જશે?
આ મોંઘવારી ભથ્થું બેઝિક પગાર કે પેન્શનના આધારે નક્કી થાય છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારનો મોટો હિસ્સો મોંઘવારી ભથ્થું જ હોય છે. હાલના પગાર પંચમાં એવી કોઈ જોગવાઈ નથી કે DA 50 ટકાથી વધુ થાય તો આપોઆપ તેને બેઝિક સેલરીમાં જોડી દેવામાં આવે અને તેને 'શૂન્ય' કરી દેવું જોઈએ. એ જ રીતે મોંઘવારી રાહત વિશે પણ એવું જ કઈક છે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર
અત્રે જણાવવાનું કે ફિટમેન્ટ ફેક્ટર એક એવી વસ્તુ છે કે જેના આધારે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું પેન્શન ગણતરી કરાય છે. પંચની ભલામણોના આધારે તેને લાગૂ કરાય છે. દાખલા તરીકે જો કોઈનો બેઝિક પગાર 20 હજાર રૂપિયા હોય અને આઠમાં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.5ની ભલામણ કરાય તો તેનો બેઝિક પગાર વધીને 50 હજાર આસપાસ થઈ જાય. એ જ રીતે પેન્શન પણ કેલ્ક્યુલેટ થાય.
ક્યારે લાગુ થશે આઠમું પગાર પંચ
કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારને રિવાઈઝ્ડ કરવા માટે નવા પગાર પંચને મોટાભાગે 10 વર્ષના સમયગાળે લાગૂ કરાતું હોય છે. સાતમું પગાર પંચ વર્ષ 2016માં લાગૂ થયું હતું. જ્યારે છઠ્ઠું પગાર પંચ 2006માં લાગૂ થયું હતું. એ જ રીતે દર 10 વર્ષના સમયગાળા પર 4થું, અને 5મું પગાર પણ લાગૂ કરાયું હતું. એ જ રીતે આઠમા પગાર પંચને પણ સરકારે 2026 સુધીમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો કહ્યો છે. આવામાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે તેને પણ વર્ષ 2026 સુધીમાં લાગૂ કરી દેવાય.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે થયેલી કેબિનેટ બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમું પગાર પંચ બનાવવાની મંજૂરી અપાઈ ગઈ છે. આઠમાં પગાર પંચની રચનાથી 50 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ જેટલા પેન્શનર્સને લાભ મળશે. હાલ દેશમાં સાતમું પગાર પંચ લાગૂ છે. જેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 સુધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે