Horror Movies: જો તમે મજબૂત હદયના છો તો આ ફિલ્મો તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
પોતાની મનપસંદ ફિલ્મો જોનાર લોકો પૈસા ચૂકવે છે પરંતુ જો તમને ફિલ્મ જોવાના પૈસા મળે તો? જી હા, તમે ભૂતિયા મૂવી જોવાના શોખીન છો તો તમને માલામાલ થવાની તક મળી શકે છે. એટલે કે હોરર ફિલ્મ (Horror Movie) જોવાના બદલામાં પૈસા મળશે.
Trending Photos
નવી દિલ્હી: પોતાની મનપસંદ ફિલ્મો જોનાર લોકો પૈસા ચૂકવે છે પરંતુ જો તમને ફિલ્મ જોવાના પૈસા મળે તો? જી હા, તમે ભૂતિયા મૂવી જોવાના શોખીન છો તો તમને માલામાલ થવાની તક મળી શકે છે. એટલે કે હોરર ફિલ્મ (Horror Movie) જોવાના બદલામાં પૈસા મળશે, બસ તમારી છાતી મજબૂતી હોવી જોઇએ.
ડરના મના હૈ
એક કંપનીની 13 ખતરનાક હોરર ફિલ્મ જોઇ તમે જીતી શકો છો 1300 ડોલર એટલે કે લગભગ 1 લાખ રૂપિયા. ફિલ્મ જોતી વખતેક અંપની તે વ્યક્તિના દિલના ધબકારાને ચેક કરશે અને તેના માટે પૈસા આપશે. વેબસાઇટ ફાઇનેંસબઝ (Finance Buzz) એ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેમણે અલગ-અલગ બજેટની 13 હોરર ફિલ્મોની યાદી બનાવી છે. જેના દ્વારા તે હોરર મૂવી હાર્ટ રેટ એનાલિસ્ટની તલાશ કરી રહી છે. તેના દ્વારા મોટા બજેટની ફિલ્મોની તુલનામાં ઓછા બજેટવાળી હોરર ફિલ્મો સાથે કરવામાં આવશે. આ દરમિયાન ફિલ્મ જોનાર વ્યક્તિના દિલના ધબકારા ચેક કરવા માટે ફિટબિટ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે.
આ 13 ફિલ્મો
વેબસાઇટે જે ફિલ્મોના નામ જાહેર કર્યા છે. તે છે 'એમિટીવિલે હોરર', 'એ કાઇટ પ્લેસ', 'એક કાઇટ પ્લેસ પાર્ટ 2', 'કેન્ડીમેન', 'ઇંસિડિયસ', 'ધ બ્લેયર વિચ પ્રોજેક્ટ', 'સિનિસ્ટર', 'ગેટ આઉટ', 'ધ પર્જ', 'પૈરાનોર્મલ એક્ટિવિટી' અને 'હૈલોવીન'ની 2018 રીમેક છે.
જીતનારને મળશે ઇનામ
વેબસાઇટે કહ્યું 'આ કામ માટે જીતનાર ભાગ્યશાળી ઉમેદવારને 1300 ડોલર આપવામાં આવશે. કંપની તરફથી મૂવી મૈરાથન દરમિયાન ફિટબિટ પહેરવી અને ફિલ્મ જોવામાં ખર્ચ થનાર પૈસા માટે 50 ડોલરનું ગિફ્ટ કાર્ડ અલગથી આપવામાં આવશે. તેના માટે અરજી શરૂ થઇ ગઇ છે અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર સુધી છે. વિનરની જાહેરાત 1 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે