અભિષેક બચ્ચનની 'ધ બિગ બુલ'નું પોસ્ટર થયું રિલીઝ, તેમાં છુપાયેલો છે આ સ્ટ્રોન્ગ મેસેજ

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મોટા પડદા પર 'ધ બિગ બુલ' થી વાપસી કરી રહ્યા છે. તેનું ફર્સ્ટ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 1990 થી 2000 દરમિયાન થયેલી સાચી ઘટનાઓ અને નાણાકીય ફિલ્ડમાં થયેલા પરિવર્તનો પર છે. આ ફિલ્મના નિર્માતા અજય દેવગન અને આનંદ પંડિત છે.

અભિષેક બચ્ચનની 'ધ બિગ બુલ'નું પોસ્ટર થયું રિલીઝ, તેમાં છુપાયેલો છે આ સ્ટ્રોન્ગ મેસેજ

નવી દિલ્હી; અભિષેક બચ્ચન (Abhishek Bachchan) મોટા પડદા પર 'ધ બિગ બુલ' થી વાપસી કરી રહ્યા છે. તેનું ફર્સ્ટ પોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 1990 થી 2000 દરમિયાન થયેલી સાચી ઘટનાઓ અને નાણાકીય ફિલ્ડમાં થયેલા પરિવર્તનો પર છે. આ ફિલ્મના નિર્માતા અજય દેવગન અને આનંદ પંડિત છે. તેનું નિર્દેશન કુકી ગુલાટીએ કર્યું છે. અભિષેકના અપોઝિટ આ ફિલ્મમાં ઇલિયાના ડિક્રૂઝ જોવા મળશે. આ પોસ્ટરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

ફિલ્મના પોસ્ટરમાં અભિષેક બચ્ચન અંધારામાં જોવા મળી રહ્યો છે. તે પોતાની આંગળીને હોઠ પર ચુપ કરાવવાની મુદ્વામાં રાખેલી છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે સપનાઓનો વેપારી. તેમાં સપના, લાલચ, પૈસાની હેરાફેરી અને સચ્ચાઇનો મેસેજ છુપાયેલો છે. 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ પહેલાં પણ અભિષેક બચ્ચન બિઝનેસમેનનો રોલ ભજવી ચૂક્યો છે. તેમણે 'ગુરૂ' ફિલ્મમાં તેમણે ધીરૂભાઇ અંબાણીનું પાત્ર ભજવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ હર્ષદ મહેતાના સ્કેમની યાદ અપાવશે, જેને 1990 થી 2000 વચ્ચે સમગ્ર નાણાકીય માર્કેટને હચમચાવી દીધું હતું. હર્ષદને નાણાકીય ક્રાઇમના લીધે અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને દોષી ગણવામાં આવ્યો હતો. તેને 'બિગ બુલ' કહેવામાં આવે છે, કારણ કે તેને સ્ટોક માર્કેટમાં બુલ રન શરૂ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news