Dimple Queen: રિપોર્ટરે અભિનેત્રીને પૂછ્યું 'સુહાગરાતમાં તમે શું કર્યું?' સાતમા આસમાને પહોંચ્યો અભિનેત્રીનો પારો અને પછી...
અભિનેત્રી રચિતા રામ (Rachita Ram) એ તાજેતરમાં જ એક રિપોર્ટરના પ્રશ્નનો સણસણતો જવાબ આપતાં પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. હકિકતમાં 'ડિંપલ ક્વીન' (Dimple Queen) ના નામથી જાણિતી રચિતા (Rachita Ram) ને એક રિપોર્ટરે પૂછી લીધું કે તેમણે લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું?
Trending Photos
નવી દિલ્હી: અભિનેત્રી રચિતા રામ (Rachita Ram) એ તાજેતરમાં જ એક રિપોર્ટરના પ્રશ્નનો સણસણતો જવાબ આપતાં પોતે જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ. હકિકતમાં 'ડિંપલ ક્વીન' (Dimple Queen) ના નામથી જાણિતી રચિતા (Rachita Ram) ને એક રિપોર્ટરે પૂછી લીધું કે તેમણે લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું? સ્પષ્ટ છે કે આ એકદમ અંગત અને પૂછવામાં ખૂબ ભયાનક પ્રશ્ન હતો પરંતુ રચિતા (Rachita Ram) એ આમ કેમ કહ્યું? ચાલો જાણીએ.
અભિનેત્રીએ રિપોર્ટરે પૂછી લીધો આવો પ્રશ્ન
રિપોર્ટરે રચિતા (Rachita Ram) દ્વારા એક ફિલ્મમાં કરવામાં આવેલા ઇન્ટીમેટ સીન્સ વિશે પ્ર્શ્ન કર્યો હતો કારણ કે એક્ટ્રેસે પહેલાં જ કહ્યું હતું કે તે ક્યારેય આ પ્રકારના સીન કરશે નહી. 'લવ યૂ રચ્ચૂ' ના પ્રમોશન દરમિયાન જ્યારે અભિનેત્રીને તેમનું પ્રોમિસ તોડીને ઇંટીમેટ સીન આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેમને બેકફાયર જ કરી દીધું.
વાયરલ થઇ રહ્યા છે અભિનેત્રીના ઇંટીમેટ સીન
પ્ર્શ્નના જવાબમાં રચિતા (Rachita Ram) એ કહ્યું કે તેમણે એ જ કર્યું જે ફિલ્મ અને સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી. તમને જણાવી દઇએ કે 'લવ યૂ રચ્ચૂ' થી રચિતા અને અજય રાવના બોલ્ડ સીન વાયરલ થઇ ગયા છે. ફેન્સ આ સીન્સને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને ફરીથી આ વિશે પ્રશ્ન કરવામાં આવતાં અભિનેત્રીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો.
લગ્ન પછી તમે શું કર્યું?
એક્ટ્રેસે ગુસ્સામાં રિપોર્ટરને જ પ્રશ્ન કરી દીધો અને પૂછ્યું કે 'અહી ઘણા બધા લોકો છે જે પરણિત છે. કોઇને શરમમાં મુકવાનો મારો ઇરાદો નથી. હું બસ સામાન્ય રીતે તમને લોકોને પૂછી રહી છું.. મને કહેશો કે લોકો લગ્ન પછી પહેલી રાત્રે લોકો શું કરે છે? તમે લગ્નની રાત્રે શું કર્યું હતું?' અભિનેત્રીના પ્રશ્ન પર પત્રકાર પરિષદમાં સન્નાટો છવાઇ ગયો.
શું છે એડલ્ટ સીન કરવાનું કારણ?
રચિતા (Rachita Ram) એ પોતાની વાત પુરી કરતાં કહ્યું કે 'તે રોમાન્સ કરે છે, ના? ફિલ્માં પણ આ જ બતાવવામાં આવ્યું છે. બોલ્ડ સીન્સ કરવા વિશે અભિનેત્રી પહેલાં પણ સ્પષ્ટતા આપતાં કહી ચૂકી છે કે જો મેં તે સીન કર્યા છે તો તેનું કોઇ કારણ છે. આ તમને ફિલ્મ જોયા પછી ખબર પડશે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે