ઋષભ પંતથી સારો છે આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT

Sanju Samson vs Rishabh Pant ODI Stats: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે (18 જાન્યુઆરી)ના રોજ મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કરી હતી. આમાં ચોંકાવનારો નિર્ણય જોવા મળ્યા. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી નથી.
 

ઋષભ પંતથી સારો છે આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT

Sanju Samson vs Rishabh Pant ODI Stats: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે શનિવારે (18 જાન્યુઆરી)ના રોજ કરી. તેમાં ચોંકાવનારો નિર્ણય જોવા મળ્યો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી નથી. તેમણે છેલ્લી 5 ટી20 મેચમાં 3 સદી ફટકારી છે. આ સિવાય તેમણે તેની છેલ્લી ODI મેચ ડિસેમ્બર 2023માં રમી હતી. તે મેચમાં સદી ફટકારી હતી.

વિચિત્ર પરિસ્થિતિમાં સેમસન
આ પહેલીવાર નથી કે જ્યા સંજુ સેમસનની પસંદગી ન થવા પર હોબાળો થયો હોય. મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં તેણે હંમેશાં સાઇડલાઈન કરવામાં આવી રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં તેને માત્ર અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં બેન્ચ ગરમ કરવા માટે રાખવામાં આવ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમી શક્યો નહોતો. તે પહેલા સેમસનને 2023 ODI વર્લ્ડ કપમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. વાસ્તવમાં જે વર્ષે ODI વર્લ્ડ કપ યોજાય છે, તે વર્ષે સેમસનને T20માં તક આપવામાં આવે છે અને જે વર્ષે T20 વર્લ્ડકપ યોજાય છે ત્યારે તેને ODI ટીમમાં રાખવામાં આવે છે.

2022થી પંતના નામે માત્ર 1 ODI
સેમસનની બાદબાકીએ ચાહકોમાં ચર્ચા જગાવી છે કે શું પંતની પસંદગી યોગ્ય નિર્ણય હતો? ટેસ્ટ ક્રિકેટમાં પંત ભારત માટે પ્રથમ પસંદગીનો વિકેટકીપર રહ્યો છે, પરંતુ તેણે સફેદ બોલની ક્રિકેટ, ખાસ કરીને ODI રમી નથી. 2022થી પંતના ખાતામાં માત્ર એક જ ODI છે.

Drop in a message in the comments below 🔽 to cheer for #TeamIndia pic.twitter.com/eFyXkKSmcO

— BCCI (@BCCI) January 18, 2025

સતત રનનો વરસાદ કરી રહ્યો છે સેમસન 
બીજી તરફ, સંજુ સેમસને ભારત માટે ટૂંકા ફોર્મેટમાં અસાધારણ પ્રદર્શન કર્યું છે. હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં બે સદી ફટકારી હતી, તેણે બાંગ્લાદેશ સામેની છેલ્લી ટી20 શ્રેણીમાં પણ સદી ફટકારી હતી. તેને અત્યાર સુધી વનડેમાં લાંબી તક મળી નથી. વિકેટકીપર-બેટ્સમેને 2021માં ડેબ્યૂ કર્યા બાદ માત્ર 16 ODI રમી છે. સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો ત્યારે તેને મોટાભાગે તક આપવામાં આવી હતી, પરંતુ તેણે સારું પ્રદર્શન કર્યું હતું.

પંત વિ સેમસન ODI આંકડા
સેમસનની 16 વનડેમાં સરેરાશ 56.7 છે. તેણે 510 રન બનાવ્યા જેમાં ત્રણ અર્ધસદી અને એક સદી સામેલ છે. બીજી તરફ ઋષભ પંતે 31 મેચમાં 33.5ની એવરેજથી 871 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અર્ધસદીનો સમાવેશ થાય છે. સેમસને 21 ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી તેની છેલ્લી ODIમાં સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા પ્રવાસ પર સેમસને ધૂમ મચાવી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે આખરે સફેદ બોલ ક્રિકેટમાં કાયમી સ્થાન મેળવશે, પરંતુ તેમ થયું નહીં.

છેલ્લી 10 વનડેમાં રેકોર્ડ
જો આપણે બંને ખેલાડીઓના છેલ્લી 10 વનડેના રેકોર્ડ પર નજર કરીએ તો પંતે 36.22ની એવરેજથી 326 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. જ્યારે સેમસને 65.33ની એવરેજથી 392 રન બનાવ્યા હતા. તેણે ત્રણ વખત 50થી વધુનો સ્કોર પણ બનાવ્યો હતો. તે સ્ટ્રાઈક રેટમાં પણ પંત કરતા આગળ છે. આ સમયગાળા દરમિયાન તેણે 100.51ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. જ્યારે, પંતનો સ્ટ્રાઈક રેટ 97.31 રહ્યો છે.

પંતના ફાયદામાં છે આ વાત
સેમસનના ચાહકો માટે ધીરજ રાખવી અઘરી છે અને આંકડા સાબિત કરે છે કે તેણે વન-ડેમાં પંત કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. જો કે, એક જ સ્થાન માટે પ્રતિસ્પર્ધા હોવા છતાં પંતની બેટિંગ સ્થિતિ તેને એક ફાયદો આપે છે. પંત મધ્યમ અથવા નીચલા ક્રમમાં બેટિંગ કરે છે, અને તેનો ઉપયોગ ફ્લોટર તરીકે પણ થઈ શકે છે. બીજી તરફ, સેમસન મોટાભાગે ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને કોહલી, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની હાજરીથી તેના માટે સ્થાન મેળવવું મુશ્કેલ બની જાય છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news