કમાણીની રેસમાં અક્ષય કુમારે સલમાનને આપી માત, ફોર્બ્સે જાહેર કરી યાદી
આ યાદી અનુસાર દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ કલાર જોર્જ ક્લૂની છે, જેની વાર્ષિક કમાણી 1,673 કરોડ રૂપિયા છે.
Trending Photos
નવી દિલ્હી: ફોર્બ્સે દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મસ્ટારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટોપ 10માં બોલીવુડના 'ગોલ્ડ' સ્ટાર અક્ષય કુમાર અને સલમાન ખાન પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે. અક્ષયે આ યાદીમાં સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો બીજી તરફ સલમાન ખાન આ યાદીમાં 9મા સ્થાન પર છે. આ વખતે ફોર્બ્સના આ ટોપ 10 અભિનેતા શાહરૂખ ખાન ગાયબ છે, જોકે પહેલાં આ યાદીમાં જોવા મળતા હતા.
ફોર્બ્સની યાદી અનુસાર, અક્ષય કુમારે વાર્ષિક 283.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો તેમણે 269.5 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ફોર્બ્સના આ ટોપ લિસ્ટમાં અક્ષય કુમાર 10મા સ્થાને હતા. આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. જેના લીધે અક્ષય કુમાર છલાંગ લગાવીને આ યાદીમાં 10મા સ્થાનેથી 7મા સ્થાને પહોંચી ગયો છે. સલમાનની વાત કરીએ તો ગત વર્ષે પણ તે આ યાદીમાં ગત વર્ષે પણ તે આ યાદીમા 9મા સ્થાને હતા અને આ વર્ષે પણ સલમાનનું આ સ્થાન છે.
આ યાદી અનુસાર દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ કલાર જોર્જ ક્લૂની છે, જેની વાર્ષિક કમાણી 1,673 કરોડ રૂપિયા છે. 57 વર્ષીય જોર્જ કલૂની લાંબા સમયથી હોલીવુડમાં કામ કરી રહ્યા છે. ફિલ્મો ઉપરાંત બીજા તેમના ઘણા બિઝનેસ છે.
ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ટોપ 10 હાઇએસ્ટ પેડ એક્ટરની યાદી
- જોર્જ ક્લૂની- 1,673 કરોડ રૂપિયા
- ડ્વેન જોનસન - 868 કરોડ રૂપિયા
- રોબર્ટ ડાઉને જૂનિયર- 567 કરોડ રૂપિયા
- ક્રિસ હેમ સ્વોર્થ- 451.5 કરોડ રૂપિયા
- જૈકી ચેન- 318.5 કરોડ રૂપિયા
- વિલ સ્મિથ- 294 કરોડ રૂપિયા
- અક્ષય કુમાર- 283.5 કરોડ રૂપિયા
- એડમ સેંડલર - 276.5 કરોડ રૂપિયા
- સલમાન ખાન - 269.5 કરોડ રૂપિયા
- ક્રિસ ઇવાંસ - 238 કરોડ રૂપિયા
તાજેતરમાં જ અક્ષય કુમાર ફિલ્મ 'ગોલ્ડ' મોટા પડદા પર રિલીજ થઇ છે. ફિલ્મે બોક્સ-ઓફિસ પર શાનદાર શરૂઆત કરી. ઓપનિંગ ડેની કમાણીના મામલે 'ગોલ્ડ' ત્રીજી મોટી ફિલ્મ બની ગઇ છે. બોક્સ ઓફિસ ઇન્ડીયના રિપોર્ટ અનુસાર આ ફિલ્મ પોતાની પડતર કિંમત પ્રાપ્ત કરી ચૂકી છે. જોકે ફિલ્મ હજુ પણ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ શકી નથી. સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો તેમની અંતિમ રિલીજ ફિલ્મ 'રેસ 3' હતી, જેણે બોક્સ ઓફિસ પર 169 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે