અમિતાભ બચ્ચનના ઘરમાં બીમારીનો ખાટલો, હાથમાંથી સરકી જીવનની મોટી તક
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની તબિયત ઠીક નથી. ખરાબ તબિયતને કારણે દિલ્હીમાં 23મી ડિસેમ્બરમાં થનારી નેશનલ એવોર્ડ્ઝ સેરેમનીમાં અમિતાભ બચ્ચન હિસ્સો નહીં લે. અમિતાભે ટ્વીટ કર્યું છે કે તેમને તાવ આવી ગયો છે, જેના કારણે ડોક્ટરે તેમને ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપી છે. અમિતાભનું સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરવાનું હતું. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં 50 વર્ષ પુરા કર્યા છે. આજથી 50 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ હતું 'સાત હિન્દુસ્તાની' અને તેના દિગ્દર્શક હતા અહેમદ અબ્બાસ. જોકે હવે તેમની તબિયત થોડી નરમગરમ રહેવા લાગી છે.
Trending Photos
નવી દિલ્હી : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની તબિયત ઠીક નથી. ખરાબ તબિયતને કારણે દિલ્હીમાં 23મી ડિસેમ્બરમાં થનારી નેશનલ એવોર્ડ્ઝ સેરેમનીમાં અમિતાભ બચ્ચન હિસ્સો નહીં લે. અમિતાભે ટ્વીટ કર્યું છે કે તેમને તાવ આવી ગયો છે, જેના કારણે ડોક્ટરે તેમને ટ્રાવેલ ન કરવા માટેની સલાહ આપી છે. અમિતાભનું સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરવાનું હતું. દાદા સાહેબ ફાળકે અવોર્ડ ભારતીય સિનેમાનું સૌથી મોટું સન્માન છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બોલિવૂડમાં 50 વર્ષ પુરા કર્યા છે. આજથી 50 વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની પ્રથમ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નામ હતું 'સાત હિન્દુસ્તાની' અને તેના દિગ્દર્શક હતા અહેમદ અબ્બાસ. જોકે હવે તેમની તબિયત થોડી નરમગરમ રહેવા લાગી છે.
T 3584/5/6 -
Down with fever .. ! Not allowed to travel .. will not be able to attend National Award tomorrow in Delhi .. so unfortunate .. my regrets ..
— Amitabh Bachchan (@SrBachchan) December 22, 2019
અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં જ રૂમી જાફરી દ્વારા નિર્દેશિત સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ચહેરે'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશમી પણ જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. આ ફિલ્મનું નિર્માણ મોશન પિક્ચર્સ અને સરસ્વતી એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રીલીઝ થવાની હતી, પરંતુ હવે તે 24 એપ્રિલના રોજ રિલીઝ થશે.
છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડમાં (Bollywood) સક્રિય અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હવે નિવૃત્તિ (Retirement) અંગે વિચારી રહ્યા છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ તેમણે પોતાના બ્લોગમાં (Blog) જ આવા વિચાર રજુ કર્યા છે. તેમણે લખેલા બ્લોગથી એવો અંદાજ લગાવી શકાય કે અમિતાભ હવે ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાંથી સન્યાસ લઈ શકે છે. બિગ બીએ(BIG B) 28 નવેમ્બરની રાત્રે 12.26 કલાકે પોસ્ટ(Post) કરી હતી. આ દિવસે તેમના દિવંગત પિતા હરિવંશ રાય બચ્નનો (Harivansh rai Bachchan) 112મો જન્મદિવસ (Birthday) હતો. અમિતાભે (Amitabh) પોતાના આ બ્લોગની ભાષા પણ કંઈક એવી રીતે લખી છે, જાણે કે તેઓ કોઈ સફર માટે આભાર વ્યક્ત કરી રહ્યા હોય. એક જગ્યાએ તેમણે લખ્યું છે, "મેરે રાસ્તે મેં પડનેવાલે હર પડાવ કો મેરા ધન્યવાદ."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે