2019 T20 Records : સૌથી વધુ ફિફ્ટી બાબતે વિરાટ, કે.એલ. રાહુલ અને રોહિત ટોપ-10માં

ટી20 ઈન્ટરનેશનલમાં(T20 International) સૌથી વધુ ફિફ્ટી લગાવવામાં ભારતના વિરાટ કોહલી(Virat Kohli), કે.એલ. રાહુલ (K.L. Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma)સૌથી આગળ રહ્યા છે. ભારત ઉપરાંત નેધરલેન્ડ અને નામીબિયાના પણ 2-2 ખેલાડી ટોચની યાદીમાં આવ્યા છે. 

2019 T20 Records : સૌથી વધુ ફિફ્ટી બાબતે વિરાટ, કે.એલ. રાહુલ અને રોહિત ટોપ-10માં

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં રિકોર્ડ બનાવવા બાબતે ટીમ ઈન્ડિયાના(Team India) પ્રશંસકો હંમેશાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મામાં (Rohit Sharma) વધુ રસ દેકાડતા હોય છે. ટી20 ઈન્ટરનેશનલમાં (T20 International) આ વર્ષે સૌથી વધુ ફિફ્ટી લગાવવા બાબતે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને રોહિત શર્માની સાથે-સાથે કે.એલ. રાહુલ પણ દુનિયાના ટોચના 10 બેટ્સમેનમાં (Top-10 Batsman) રહ્યા છે. 

ભારત ઉપરાંત અન્ય દેશોના 2-2 ખેલાડી 
આ વર્ષ પુરું થતાં થતાં ભારતીય પ્રશંસકો રોહિત અને વિરાટની સરખામણી કરવા લાગ્યા હતા. ટી20 ઈન્ટરનેશનલમાં(T20 International) સૌથી વધુ ફિફ્ટી લગાવવામાં ભારતના વિરાટ કોહલી(Virat Kohli), કે.એલ. રાહુલ (K.L. Rahul) અને રોહિત શર્મા (Rohit Sharma)સૌથી આગળ રહ્યા છે. ભારત ઉપરાંત નેધરલેન્ડ અને નામીબિયાના પણ 2-2 ખેલાડી ટોચની યાદીમાં આવ્યા છે. 

ટોચના-2 ખેલાડી
આ યાદીમાં આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ ટોચ પર રહ્યો છે, જેણે 20 ઈનિંગ્સમાં 8 વખત 50થી વધુ રન બનાવ્યા છે. સ્ટર્લિંગે આ વર્ષે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ રન પણ બનાવ્યા છે. તેના પછી નેધરલેન્ડ્સનો મેક્સવેલ ઓડવૂડ 6 અડધી સદી સાથે બીજા સ્થાને છે. 

ત્રીજા સ્થાને વિરાટ 
આ યાદીમાં વિરાટ કોહલી 10 ઈનિંગ્સમાં 5 અડધી સદી સાથે ત્રીજા સ્થાને છે. વિરાટો આ વર્ષે 77.66ની સરેરાશ સાથે કુલ 466 રન બનાવ્યા છે, જેમાં 29 ચોગ્ગા અને 23 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન વિરાટ 4 વખત નોટ આઉટ રહ્યો છે. તેના પછી ચોથા સ્થાને પાપુઆ ન્યુ ગિનીના ટોરી ઉરાનું નામ છે. ઉરાએ 17 ઈનિંગ્સમાં 5 અડધી સદી ફટકારી છે, પરંતુ તેના નામે એક સેન્ચુરી પણ બોલે છે. 

કે.એલ. રાહુલ 4 અડધી સદી સાથે છઠ્ઠા સ્થાને 
પાંચમા સ્થાને નેધરલેન્ડ્સનો બનેજિમન કૂપર છે, જેણે 21 ઈનિંગ્સમાં 5 અડધી સદી ફટકારી છે. છઠ્ઠા સ્થાને ચાર અડધી સદી સાથે કે.એલ. રાહુલ છે, જેણે માત્ર 9 ઈનિંગ્સમાં 4 અડધી સદી ફટકારી છે. કે.એલ. રાહુલે 9 ઈનિંગ્સમાં 351 રન બનાવ્યા છે. 

પાકિસ્તાનનો બાબર આઝમ 7મા ક્રમે
સાતમા સ્થાને પાકિસ્તાનનો બાબર આઝમ છે, જેણે 10 ઈનિંગ્સમાં 4 અડધી સદી ફટકારી છે. 8 અને 9મા ક્રમે અનુક્રમે નામિબિયાનો સ્ટીફન બાર્ડ અને ગેરહાર્ડ ઈરામસ રહ્યો છે, જેણે 13 અને 16 ઈનિંગ્સમાં 4 અડધી સદી ફટકારી છે. 

રોહિત શર્મા 10મા સ્થાને
આ યાદીમાં રોહિત શર્માનો નંબર 10મો રહ્યો છે. જેના નામે 14 ઈનિંગ્સમાં 4 અડધી સદી છે. રોહિતે 33 ચોગ્ગા અને 33 છગ્ગા સાથે કુલ 396 રન બનાવ્યા છે. આ રીતે આ વર્ષે ટી20 ઈન્ટરનેશનલમાં આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, નામિબિયા અને પીએનજી જેવા દેશ છવાયેલા રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news