Mithun Chakraborty ની પુત્રવધુના આ તે કેવા હાલ? દાઢી મૂછવાળો Video જોઈ ફેન્સ ચોંકી ગયા

અનુપમામાં કાવ્યાનું પાત્ર ભજવતી મદાલસા શર્મા બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ શેર કરતી રહે છે. હવે અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

Mithun Chakraborty ની પુત્રવધુના આ તે કેવા હાલ? દાઢી મૂછવાળો Video જોઈ ફેન્સ ચોંકી ગયા

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવતી મદાલસા શર્મા ઘરે ઘરે જાણીતી થઈ ગઈ છે. મદાલસા ખુબ જ ખુલ્લા વિચારોવાળી છે અને પોતાની વાત એકદમ નીડર થઈને રજુ કરે છે. મદાલસા શર્મા બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ શેર કરતી રહે છે. હવે અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મદાલસાએ શેર કર્યો વીડિયો
મદાલસા શર્મા આ વીડિયોમાં એક ફની લૂકમાં જોવા મળી રહી છે. મદાલસા ક્યારેક યુવતી તો ક્યારેક યુવક સ્વરૂપે જોવા મળી રહી છે. તેના ચહેરા પર દાઢી મૂછ પણ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે અભિનેત્રીનો આ ગેટઅપ એક ઈન્સ્ટાગ્રામ ફિલ્ટરના કારણે જોવા મળી રહ્યો છે. અભિનેત્રી સલમાન ખાનની ફિલ્મ હમ આપ કે  હૈ કોનના ગીત પર લિપ સિંગ કરી રહી છે. મદાલસા શર્મા ફીમેલ અવાજવાળા ભાગમાં દાઢી મૂછ વગર અને મેલ અવાજવાળા ભાગમાં દાઢી મૂછ સાથે જોવા મળી રહી છે. અભિનેત્રી બંને લૂકમાં ક્યૂટ લાગી રહી છે. 

કાવ્યાના રોલથી જાણીતી થઈ
અત્રે જણાવવાનું કે મદાલસા શર્મા કાવ્યાના રોલમાં ખુબ લોકપ્રિય બની છે. અનેક લોકો તેને તેના સ્ક્રીન નામથી જ જાણે છે. મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર છાશવારે આવા ફની વીડિયો પોસ્ટ કરતી રહે છે. અનુપમાની ટીમ સાથે પણ મદાલસા અનેક વીડિયો બનાવે છે. લોકોને આ અભિનેત્રીની સ્ટાઈલ જોવી બહુ ગમે છે. 

મિથુને મદાલસાને કરી પ્રેરિત
મદાલસા શર્માના લગ્ન બોલીવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય સાથે થયા છે. તેમના લગ્ન 2018માં થયા હતા. લગ્ન બાદ સસરા મિથુન ચક્રવર્તીએ મદાલસા શર્માને અભિનય માટે પ્રેરિત કી. મદાલસા શર્માના ઘરવાળા સિરિયલ અનુપમાનો એક પણ એપિસોડ મિસ કરતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news