Bell Bottom ની એક્ટ્રેસ વાણી કપૂર હોટલમાં કરતી હતી આ કામ, આ રીતે બદલાઈ કિસ્મત

બોલીવૂડ અભિનેત્રી વાણી કપૂરે (Vaani Kapoor) ફિલ્મમાં બેલ બોટમ (Bell Bottom) અદભૂત કામ કર્યું છે. અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર આ ફિલ્મ માટે વાણી કપૂરને ઘણી પ્રશંસા મળી રહી છે

Bell Bottom ની એક્ટ્રેસ વાણી કપૂર હોટલમાં કરતી હતી આ કામ, આ રીતે બદલાઈ કિસ્મત

નવી દિલ્હી: બોલીવૂડ અભિનેત્રી વાણી કપૂરે (Vaani Kapoor) ફિલ્મમાં બેલ બોટમ (Bell Bottom) અદભૂત કામ કર્યું છે. અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટારર આ ફિલ્મ માટે વાણી કપૂરને ઘણી પ્રશંસા મળી રહી છે. વાણી 23 ઓગસ્ટના રોજ પોતાનો 33 મો જન્મદિવસ ઉજવી રહી છે. તેને હિન્દી સિનેમામાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સમય લાગ્યો છે અને આ પહેલા તેણે ખુબ સ્ટ્રગલ પણ કર્યું છે.

વાણીના જીવન સાથે જોડાયેલી કેટલીક હકીકતો
વાણી કપૂરના (Vaani Kapoor) જીવનમાં આમ તો ઘણી ખાસ વાતો છે, પરંતુ શું તમે જાણો છો કે, તે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી. તેની માતા એક શિક્ષક છે અને પિતા એક ફર્નિચર બિઝનેસમેન છે. વાણી કપૂરના પરિવારમાં કોઈને ફિલ્મો સાથે કોઈ લેવાદેવા નથી અને તેણે પોતાની અલગ જગ્યા બનાવી છે. વાણીના અભ્યાસની વાત કરીએ તો તેણે ટુરિઝમનો (Tourism) અભ્યાસ કર્યો છે.

હોટલમાં કરી ચુકી છે આ કામ
ઓછા લોકો આ વાતને જાણતા હશે કે એક્ટ્રેસે ક્યારેય થિયેટર કર્યું નથી. તેના બદલે ટુરિઝમનો અભ્યાસ કર્યા બાદ વાણીએ (Vaani Kapoor) જયપુરની ઓબેરોય હોટલમાં ઇન્ટર્નશિપ કરી. આ સિવાય તેણે ITC હોટલમાં પણ કામ કર્યું છે. ઇન્ટર્નશિપ દરમિયાન વાણી કોઈપણ ઇન્ટર્નને કરવાનું હોય તે તમામ કામ કરતી હતી.

સુશાંત સાથે પહેલી ફિલ્મ
એટલે કે, એક્ટ્રેસ હોટલમાં તે તમામ નાના અને મોટા કાર્યોને સંભાળતી હતી જે એપ્રેન્ટીસશીપ દરમિયાન શીખવવામાં આવે છે. ત્યારબાદ વાણીને એક મોડેલિંગ એજન્સી દ્વારા હાયર કરવામાં આવી હતી અને અહીંથી મનોરંજન જગતમાં વાણી કપૂરની (Vaani Kapoor) સફર શરૂ થઈ હતી. ડેબ્યૂની વાત કરીએ તો વાણી કપૂરે તેની પહેલી ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે કરી હતી. ફિલ્મનું નામ 'શુદ્ધ દેશી રોમાન્સ' (Shuddh Desi Romance) હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news