BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ, હવે આ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણાવી તોડવાની તૈયારી
શિવસેના બીએમસીની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે બીએમસીએ રવિવારે અભિનેત્રીના ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે.
Trending Photos
મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના (Shiv Sena) વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. શિવસેના બીએમસી (BMC)ની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના કારણે બીએમસીએ રવિવારે અભિનેત્રીના ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે.
મુંબઈમાં કંગનાના ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું કહેવું છે કે કંગનાના ઘરમાં તેની ઓફિસ કરતા પણ વધુ નિયમોનો ભંગ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પહેલા કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને બીએમસીએ કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવી દીધું હતું.
સારાએ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો? કરણ જોહરનો ચર્ચિત VIDEO પણ NCBના રડારમાં
કંગના રનૌત મુંબઈના ખાસ વેસ્ટ સ્થિત DB બ્રિજ (આર્કિડ બ્રિજ)ના 16 નંબર રોડ પર બનેલી એક ઇમારતના પાંચમાં માળે રહે છે. આ બિલ્ડિંગમાં કંગનાના કુલ ત્રણ ફ્લેટ છે, જેમાંથી એક ફ્લેટ 797 વર્ગ ફુટ, બીજો ફ્લેટ 711 વર્ગ ફુટ અને ત્રીજો ફ્લેટ 459 વર્ગ ફુટનો છે. હાલમાં કંપનાના ઘરમાં ગેરકાયદેસર બાંધકામનો કેસ કોર્ટમાં છે, જેની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે