Munjya Teaser: ચેતવણી... હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જાશે ધ્રુજારી

Munjya Teaser: આ ફિલ્મનું ટીઝર અભિનેત્રી મોના સિંહે પણ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે.. ડર પણ જેનાથી ડરે તેવો મુન્જયા આવી રહ્યો છે.

Munjya Teaser: ચેતવણી... હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જાશે ધ્રુજારી

Munjya Teaser: જો તમે પણ ઘણા સમયથી હોરર કોમેડી ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા તો હવે તૈયાર થઈ જાઓ મુન્જયાને જોવા માટે. ઘણા સમય પછી બોલીવુડમાં હોરર કોમેડી ઝોનરની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ખતરનાક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં મુન્જયા જંગલમાં છુપાઈને કોઈ રાહ જોઈ રહ્યો હોય તેવું દેખાડવામાં આવ્યું છે. પરંતુ અચાનક તે એક ગીત સાંભળી જંગલમાંથી શહેર તરફ ભાગે છે અને પછી જે થાય છે તે જોવા માટે હીંમતની જરૂર પડશે. 

આ ટીઝરની શરુઆતમાં જોવા મળે છે કે જંગલના એક ઝાડમાં મુન્જયા છીપાયેલો હોય છે. ખતરનાક લુકવાળા આ શૈતાનના કાનમાં જ્યારે મુન્ની બદનામ હુઈ ગીતના બોલ પડે છે તો તે અવાજનો પીછો કરતાં કરતા એ ઘરમાં પહોંચી જાય છે જ્યાં તે ગીત વાગી રહ્યું હોય છે. જ્યારે ગીત બંધ થઈ જાય છે તો અંધારું થઈ જાય છે અને અચાનક કોઈની ચીસ સંભળાય છે. ત્યારબાદ આવે છે સાવધાન મુન્ની...

આ ફિલ્મમાં શરવરી વાઘ અને અભય વર્મા જોવા મળશે. આ ફિલ્મ 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર 24 મે ના રોજ જોવા મળશે. જો કે એક મિનિટના આ ટીઝરથી પણ દર્શકોમાં ડર અને એક્સાઈટમેન્ટ વધી ગયા છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોદરે કર્યું છે. આ ફિલ્મ પણ સ્ત્રી અને ભેડિયા જેવી ફિલ્મ બનાવનાર બેનર મૈડ્ડાક હેઠળ બની છે. 

આ ફિલ્મનું ટીઝર મોના સિંહે પણ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું છે.. ડર પણ જેનાથી ડરે તેવો મુન્જયા આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news