BOX OFFICE પર 'બાલા'ની બલ્લે-બલ્લે, ચોથા દિવસે જ પાર થયો 50 કરોડનો આંકડો
આ ફિલ્મમાં આયુષ્યમાનની એક્ટિંગ લોકોને બહુ પસંદ પડી રહી છે
Trending Photos
નવી દિલ્હી : બોક્સઓફિસ પર હાલમાં આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana) છવાયેલો છે. તેની લેટેસ્ટ ફિલ્મ બાલા (Bala) પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે બાલાએ માત્ર ચાર દિવસમાં 50 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી છે. આ ફિલ્મમાં આયુષ્યમાને ટાલિયા યુવાનનો રોલ ભજવ્યો છે. અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના સિવાય યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી તેમજ સૌરભ શુક્લા મહત્વના રોલમાં છે.
#Bala crosses ₹ 50 cr... Remarkable hold on Day 4... Trends better than Ayushmann’s last hit #DreamGirl [Day 4: ₹ 7.43 cr]... Holiday on Day 5 [#GuruNanakJayanti] should only boost biz... Fri 10.15 cr, Sat 15.73 cr, Sun 18.07 cr, Mon 8.26 cr. Total: ₹ 52.21 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) November 12, 2019
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે બાલાએ ઓપનિંગ ડેના દિવસે 10.15 કરોડ, બીજા દિવસે 15.73 કરોડ અને ત્રીજા દિવસે 18.07 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે સોમવારે કુલ 8.26ની કમાણી કરતા અત્યાર સુધી 52.21 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ સફળતાનું શ્રેય આયુષ્યમાન ફિલ્મની આખી ટીમને આપે છે.
ફિલ્મમાં આયુષ્યમાન, યામી ગૌતમ, ભૂમિ પેડનેકર, જાવેદ જાફરી તેમજ સૌરભ શુક્લાની એક્ટિંગના વખાણ થયા છે. અમર કૌશિકે બહુ શાનદાર રીતે ફિલ્મ બનાવી છે. ફિલ્મ જોતી વખતે તમે કંટાળો નહીં અનુભવો. આ ફિલ્મ 8 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે