કપિલ શર્મા ધમાકેદાર કમબેક માટે તૈયાર, તમામ વિગતો જાણવા માટે કરો ક્લિક...

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ફરી એકવાર નાની સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે

કપિલ શર્મા ધમાકેદાર કમબેક માટે તૈયાર, તમામ વિગતો જાણવા માટે કરો ક્લિક...

મુંબઈ : કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ફરી એકવાર નાની સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. તેનો સુપરહિટ કમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ફરી શરૂ થવાનો છે. કપિલે આ વિશે પોતાના ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી છે. 

— KAPIL (@KapilSharmaK9) October 6, 2018

નોંધનીય છે કે કપિલ શર્મા એક્ટિંગ બાદ પ્રોડ્યૂસર બની ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યો છે. તે ફિલ્મ ‘સન ઓફ મંજીત’ સાથે નિર્માતા તરીકે જોડાયો છે. પિતા-પુત્રના સંબંધ પર આધારિત આ ફિલ્મને વિરમ ગ્રોવરે ડિરેક્ટ કરી છે. જપજી ખેરા, ગુરપ્રીત ધુગ્ગી, કરમજીત અનમોલ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવતા દેખાશે. આ ફિલ્મ 12 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

થોડા મહિના પહેલા જ કપિલના તાજેતરના ફોટા સામે આવ્યા હતા. જેમાં તે પહેલાં કરતા ઘણો જાડો અને થાકેલો દેખાતો હતો. કપિલની આંખની નીચે નિશાન જોવા મળ્યા હતા. કપિલ શર્માનો આ હાલ જોઇ તેના ફેન્સ ઘણા દુ:ખી થયા હતા અને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર કપિલ શર્માને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી પણ કરી હતી. હાલમાં કપિલ શર્મા પોતાની ફિટનેસનું ધ્યાન આપવા લાગ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news