Commando 3નો BOX OFFICE પર ચાલ્યો જાદૂ, પહેલા દિવસે કરોડોની કમાણી
2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘કમાન્ડો 3’ (Commando 3) રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે.
Trending Photos
મુંબઈ : 2013માં આવેલી વિદ્યુત જામવાલ (Vidyut jamwal)ની એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ સિરીઝની ત્રીજી એક્શન ફિલ્મ ‘કમાન્ડો’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિદ્યુતની સાથે અદા શર્મા (Adah sharma), અંગીરા ધાર (Angira Dhar)અને ગુલશન દેવૈયા (Gulshan Devaiah)એ કામ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું બોક્સઓફિસ કલેક્શન સામે આવ્યું છે જેને જોઈને લાગે છે કે લોકોને આ ફિલ્મ પસંદ પડી છે. તરણ આદર્શની ટ્વીટ પ્રમાણે આ ફિલ્મે બોક્સઓફિસ પર ઓપનિંગ ડેના દિવસે 4.74 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલાં કમાન્ડોએ પહેલા દિવસે 3.69 કરોડ અને કમાન્ડો 2એ 5.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
#Commando franchise *Day 1* biz...
⭐ [2013] #Commando: ₹ 3.69 cr
⭐ [2017] #Commando2: ₹ 5.14 cr [#Hindi, #Tamil, #Telugu]
⭐ [2019] #Commando3: ₹ 4.74 cr#India biz.
— taran adarsh (@taran_adarsh) 30 November 2019
ફિલ્મમાં કરણવીર સિંહ ડોગરાનું પાત્ર વિદ્યુત જામવાલે ભજવ્યું છે. કમાન્ડો કરણ ઇન્ડિયાને આતંકવાદીઓથી બચાવવા માટે મિશન પર નીકળે છે. આતંકવાદી સંગઠનના સર્વેસર્વા બુરાક અન્સારીનું પાત્ર ગુલશન દેવૈયાએ ભજવ્યું છે. કરણ તેને પકડવા લંડન જાય છે. આને માટે તેની સાથે એજન્ટ ભાવના રેડ્ડી (અદા શર્મા)ને મોકલવામાં આવે છે. લંડનની બ્રિટિશ ઇન્ટેલિજન્સમાં કામ કરતી મલ્લિકા સૂદ (અંગીરા ધાર) અને અન્ય એક એજન્ટને ઇન્ડિયન એજન્ટ્સ સાથે કામ કરવા માટે સાઇન કરવામાં આવે છે. અંગીરાના દાદાદાદી ભારતીય હોવાથી તેને આ કામ માટે સાઇન કરવામાં આવી છે.
#Commando3 is decent on Day 1... Gathered momentum post evening shows, after a dull start in the morning... Needs to cover lost ground on Day 2 and 3 for a respectable weekend total... Fri ₹ 4.74 cr. #India biz.
— taran adarsh (@taran_adarsh) 30 November 2019
પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રમોશનના હેતુથી હીરોના એન્ટ્રી સીનના વીડિયોને યુટ્યુબ પર શેર કર્યો હતો. તેને લઈને વિવાદ ચાલુ થઇ ગયો હતો. આ 5 મિનિટના વીડિયોમાં એક પહેલવાન સ્કૂલમાં ભણતી બાળકીનું સ્કર્ટ ઊંચું કરતો દેખાડવામાં આવ્યો છે. આ સીન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની નારાજગી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે