દીપિકા પાદુકોણ છે પ્રેગનન્ટ? આ ચર્ચા પાછળ છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું કારણ
દીપિકા અને રણવીર લગ્ન થયા પછી સતત એકબીજાની સાથે જોવા મળે છે અને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાય છે.
Trending Photos
નવી દિલ્હી : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ તેમના લગ્ન પછી સતત ચર્ચામાં રહ્યા છે. તેમના લગ્નને એક વર્ષ જેટલો સમય થયો હોવા છતાં તેમના એકબીજા પ્રત્યેના પ્રેમમાં થોડો પણ ઘટાડો નથી થયો અને સતત એકબીજાની કંપનીની મજા માણતા જોવા મળી રહ્યા છે. આ જોડીએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી તેમના બાળકની ચર્ચા ચાલી રહી છે. હાલમાં દીપિકાએ તેના ઇસ્ટાગ્રામ પર બાળપણની એક તસવીર પોસ્ટ કરતા સોશિયલ મીડિયામાં તે પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકો કહે છે દીપિકા આ રીતે પોતાની પ્રેગનન્સીની હિન્ટ આપી રહી છે.
હાલાં દીપિકાએ ઇન્ટાગ્રામ પર પોતાની બાળપણની બે તસવીરો પોસ્ટ કરી હતી અને એને “post diwali celebrations” એવું કેપ્શન પણ આપ્યું હતું. The pics are a delight to look at and fans can't help but wonder if the actress is hinting at her pregnancy by sharing them. થોડા સમય પહેલાં રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ફેન્સ સાથે રણવીર લાઈવ ચેટ કરતો હતો એ દરમિયાન જ દીપિકાએ ચેટમાં મજેદાર કોમેન્ટ કરી. દીપિકાએ લખ્યું, ‘Hi Daddie’ અને સાથે જ બાજુમાં નાના બાળકનું ઈમોજી મૂક્યું. દીપિકાની આ કમેન્ટના પગલે તેની પ્રેગનેન્સીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
થોડા સમય પહેલાં બોલિવૂડ લાઇફમાં આવેલા રિપોર્ટ પ્રમાણે દીપિકા 'છપાક' પછી ફિલ્મી પડદાથી દૂર થઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. દીપિકા હવે પરિવારને પ્રાથમિકતા આપવા માગે છે. દીપિકા હવે પરિવારને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા લગ્ન પછી ખુશ છે. હાલમાં રણવીર અને દીપિકાએ આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લીધો. હાલમાં તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વ્યસ્ત છે અને આ કમિટમેન્ટ પુરું કર્યા પછી જ બંને આ મામલે નિર્ણય લેશે. લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે દીપિકા અને રણવીર હવે ફિલ્મ '83' માં દેખાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે