પ્રિયંકાની માતાને બદલે આ દંપતિ લેશે કન્યાદાનનો લ્હાવો ! કોણ છે જાણવા માટે કરો ક્લિક
દીપિકા અને રણવીરના લગ્ન પછી હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચર્ચા છે.
Trending Photos
મુંબઈ : દીપિકા અને રણવીરના લગ્ન પછી હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની ચર્ચા છે. આ જોડીના 3 ડિસેમ્બરે લગ્ન થઈ જશે. લગ્નની લગભગ બધી જ તૈયારી થઈ ગઈ છે ત્યારે જાણવા મળ્યું છે કે પ્રિયંકાના માતા મધુ ચોપડા કન્યાદાન નહીં કરે. કોઈપણ માતા-પિતા માટે લગ્નમાં કન્યાદાનની વિધિ સૌથી મહત્વપૂર્ણ હોય છે. પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરાની બહુ નજીક છે પણ આમ છતાં તેઓ કન્યાદાન નહીં કરે.
મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાની કઝિન પરિણીતી ચોપરાના માતા-પિતા રીના અને પવન ચોપરા પ્રિયંકાનું કન્યાદાન કરશે. 29 નવેમ્બરે મહેંદી અને 30 તારીખે સંગીતનો પ્રોગ્રામ છે. આ સિવાય 1 ડિસેમ્બરે હિન્દુ વિધિથી અને 2 ડિસેમ્બરે ક્રિશ્ચન સ્ટાઈલમાં લગ્ન થશે.
ટાઇગર બહેન સાથે મળીને કરી રહ્યો છે એવું કામ કે માતા-પિતાનું માથું થશે ગર્વથી ઉંચું
મળતી માહિતી મુજબ મહેમાનો માટે વિશેષ વ્યંજન નક્કી કરાયા છે. પ્રિયંકા-નિકના લગ્નના મેનુંમાં ઈન્ડિયન અને કોન્ટીનેન્ટલ ફૂડ હશે. ઉમેદભવન પેલેસમાં યોજાનારા આ લગ્નમાં ભોજન સમારંભ પર નજર રાખી રહેલા શેફના કહેવા પ્રમાણે સાંગરીનું શાક, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, રાજસ્થાની કઢી અને પકોડા, રાજસ્થાની થાળી, દાળ બાટી, ચૂરમા સહિત 70થી 80 પ્રકારના પકવાન પીરસવામાં આવશે. આ સિવાય મહેમાનો માટે એક તરફ ઈન્ડિયન અને બીજી તરફ કોન્ટીનેન્ટલ વાનગીઓ હશે. સાથે જ જોધપુરની જાણીતી વાનગીઓ પણ પીરસાશે. મહેમાનો માટે જોધપુરી ઘેવર ખાસ તૈયાર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે