સારા બોરિયા બિસ્તર બાંધીને છોડીને જતી રહી માતા અમૃતાનું ઘર કારણ કે...
સૈફ અલી ખાન અને સારા અલી ખાનની બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બાને સારી એવી સફળતા મળી છે
Trending Photos
મુંબઈ : સૈફ અલી ખાન અને સારા અલી ખાનની બે ફિલ્મો કેદારનાથ અને સિમ્બાને સારી એવી સફળતા મળી છે. આ સફળતાને પગલે સારાએ પોતાના પર્સનલ લાઇફમાં પણ મોટો નિર્ણય લીધો છે. ચર્ચા પ્રમાણે સારાએ તેની માતાનું ઘર છોડી દીધું છે. હાલમાં જ પાપારાઝીની નજર તેના પર પડી જ્યારે તે પોતાની મમ્મીના ઘરેથી સામાન શિફ્ટ કરી રહી હતી.
બોલિવૂડ સ્ટાર કિડ્સ જેવા વરુણ ધવન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર વગેરે જેવા પોતાના પેરેન્ટ્સથી અલગ રહે છે. સારાએ પણ કદાચ આ લોકોની જેમ સ્વતંત્ર રહેવાનો અને પોતાનો રસ્તો જાતે જ નક્કી કરવા માટે આ નિર્ણય લીધો હોય એમ લાગે છે. સારા અને અમૃતાની વચ્ચે બધુ જ ઠીક છે અને કોઈ પ્રકારના વિવાદની જાણકારી પણ નથી ત્યારે સારાનો આ નિર્ણય ચર્ચાનો મુદ્દો બન્યો છે.
સારાની કરિયર પણ પુરપાટ દોડી રહી છે. નોંધનીય છે કે રેમો ડિસોઝાની ડાન્સ ફિલ્મ ‘એબીસીડી 3’માં વરુણ ધવન સાથે કેટરીના કૈફ જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મ ‘ભારત’ના શૂટિંગ માટે તેણે આ ફિલ્મ છોડી દીધી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ દ્વારા કેટરીના દ્રારા ફિલ્મ છોડ્યા પછી જેકલીન ફર્નાંડિસ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. હવે જાણવા મળી રહ્યું છે કે વરુણ સાથે સારા અલી ખાનને કાસ્ટ કરવામાં આવી રહી છે. ભારતની સૌથી મોટી ડાન્સ ફિલ્મમાં નિર્માતા પ્રભુદેવ સિવાય, ધર્મેન્દ્ર યેલાંડે, રાઘવ જુયાલ અને પુનીત પાઠક પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે