અમિતાભ બચ્ચનની આ ફોટો સાથે જુઓ તેમની રસપ્રદ પોસ્ટ, જાણો શું કહ્યું
Trending Photos
નવી દિલ્હી: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનના ફેન્સ તેમના સ્વાસ્થ્યની સલામતીની પ્રાર્થના કરી રહ્યાં છે. બિગ બી સોશિયલ મીડિયા પર એક્ટિવ પણ છે અને એક બાદ એક તેમના ચાહકો માટે પોસ્ટ પણ શેર કરી રહ્યાં છે. થોડીવાર પહેલા ટ્વિટર પર અમિતાભ બચ્ચને એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે, દુશ્મન બનાવવા માટે જરૂરી નથી લડવું પડે, તમે થોડા સફળ થઇ જાઓ તો તેઓ ખેરાતમાં મળશે. આ પોસ્ટની સાથે જ અમિતાભ બચ્ચને તેમની એક ફોટો પણ શેર કરી છે, જેમાં તેમના ફેસ પર લિપસ્ટિકના નિશાન જોવા મળી રહ્યાં છે અને તેમનો હસ્તો ચહેરો તેમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
T 3607 -" दुश्मन बनाने के लिए ज़रूरी नही लड़ा जाए,
आप थोड़े कामयाब हो जाओ तो वो ख़ैरात में मिलेंगें " ~
In order to make enemies it is not essential to fight .. just be a little successful, you'll get them at a pittance ..
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020
આ ઉપરાંત અમિતાભ બચ્ચને વધુ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, જીવનમાં પડકારો તો નિશ્ચિત છે, પરંતુ હારી જવું વૈકલ્પિત, રૂચિપૂર્ણ, શંકાસ્પદ- જેના સંબંધમાં કોઇ પ્રકારનું અનિશ્ચય હોય. અમિતાભ બચ્ચનની આ પોસ્ટ તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અને ચાહકો પણ પોસ્ટ પર કોમેન્ટ કરી લખી રહ્યાં છે કે, ભગવાન તમારા સ્વાસ્થ્યમાં જલદીથી જલદી સુધારો લાવે.
T 3607 -" Being challenged in life is inevitable, being defeated is optional."~ ef
जीवन में चुनौतियाँ तो निश्चित हैं ; लेकिन हार जाना वैकल्पित , रुचिपूर्ण , संदिग्ध - जिसके संबंध में किसी प्रकार का अनिश्चय हो। pic.twitter.com/BKgo6NY9LK
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020
તમને જણાવી દઇએ કે, અમિતાભ બચ્ચને ટ્વિટ કરી તેમના ચાહકોને તેમનું કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા હતા. બિગ બી બાદ સમાચાર આવ્યા કે અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. અમિતાભ બચ્ચનના બંગલો અત્યારે પણ સીલ છે. થોડા દિવસ પહેલા અમિતાભે તેમના આ બંગલાની એક ફોટો શેર કરી હતી જ્યાં તેમના ચાહકો જોવા મળી રહ્યાં હતા. તેના પર પણ અમિતાભે લખ્યું હતું કે, જલસાનો ફાટક સૂનસાન છે પરંતુ જલદી અહીં ખુશીઓ જોવા મળશે.
તમને જણાવી દઇએ કે, દેશભરમાં સતત કોરનાના કેસ સામે આવી રહ્યાં છે. દિલ્હી, મુંબઇની પરિસ્થિતિ તાજેતરમાં ઘણી ચિંતાજનક છે. અહીંથી સતત કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે