કેસરી...કેસરી...રંગાઈ ગઈ બોક્સઓફિસ, જાણો ચાર દિવસની કમાણીના ધમાકેદાર આંકડા
સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમાર બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી : સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમાર બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે. તેની લેટેસ્ટ ફિલ્મ કેસરી જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મ 2019ની અત્યાર સુધીની સૌથી વધારે ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કેસરી ફિલ્મની કમાણીના આંકડા ટ્વિટર શેયર કરીને એની પ્રગતિ શેયર કરી છે.
#Kesari puts up an impressive total... North circuits are superb... While the 4-day total is good, the biz on Sat and Sun should’ve been higher, since the word of mouth is excellent... Thu 21.06 cr, Fri 16.75 cr, Sat 18.75 cr, Sun 21.51 cr. Total: ₹ 78.07 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) 25 March 2019
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે. આ લડાઈમાં માત્ર 21 શીખ સૈનિકોએ 10,000 અફઘાનોની સેનાનો બહાદૂરી પૂર્વક સામનો કર્યો હતો. આ લડાઈને માનવીય ઈતિહાસની સૌથી બહાદૂરીથી લડેલા યુદ્ધમાંથી એક માનવામાં આવે છે. આજે પણ માત્ર ભારત જ નહીં સંપૂર્ણ દુનિયામાં તેની ખૂબ ચર્ચા થાય છે.
આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણીતી ચોપડાની એક્ટિંગ જબરદસ્ત છે. ગિરીશ કોહલી અને અનુરાગ સિંહે સારી રીતે આ ફિલ્મ લખી છે. ફિલ્મના મુખ્ય પાત્ર હવલદાર ઈશ્વર સિંહ (અક્ષય કુમાર)ને સારી રીતે દર્શાવાયો છે. અક્ષયે આ પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. ઇશ્વર સિંહની બહાદુરી અને દેશભક્તિ ફિલ્મને ચાર ચાંદ લગાવી દે છે. ફિલ્મમાં પરિણીતિ ચોપરાનું પાત્ર ટૂંકુ છે પરંતુ અસરદાર છે. અફઘાન યૌદ્ધાના પાત્રમાં રાકેશ ચતુર્વેદી ઓમ પણ દમદાર એક્ટિંગ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે