આ ડાયરેક્ટર જોડે પહેલાં ખાવાના પૈસા નહોંતા, આજે કરોડોમાં આળોટે છે! પિતાએ અમિતાભ સાથે કરી ખુબ લડાઈ

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રોહિત શેટ્ટી (Rohit Shetty)એ કહ્યું કે, જ્યારે તેમણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને 35 રૂપિયા પગાર મળતો હતો. ફિલ્મના સેટ પર જવા માટે પૈસા નહોતા અને તેઓ ચાલતા જતા હતા. જેમાં દોઢ થી બે વર્ષનો સમય લાગતો હતો.

આ ડાયરેક્ટર જોડે પહેલાં ખાવાના પૈસા નહોંતા, આજે કરોડોમાં આળોટે છે! પિતાએ અમિતાભ સાથે કરી ખુબ લડાઈ

નવી દિલ્હીઃ પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રોહિત શેટ્ટી (Rohit Shetty)એ કહ્યું કે, જ્યારે તેમણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને 35 રૂપિયા પગાર મળતો હતો. ફિલ્મના સેટ પર જવા માટે પૈસા નહોતા અને તેઓ ચાલતા જતા હતા. જેમાં દોઢ થી બે વર્ષનો સમય લાગતો હતો. રોહિત શેટ્ટી (Rohit Shetty)બોલીવુડના ફેમસ ડાયરેક્ટર્સની લિસ્ટમાં છે.

તેમની એક્શન અને મસાલા ફિલ્મોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. રોહિત શેટ્ટી આજે મોટા મોટા સિતારાઓ સાથે કામ કરે છે. પરંતુ આજે તેઓ જે મુકામ પર પહોંચ્યા છે તેના માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રોહિત શેટ્ટી (Rohit Shetty)એ કહ્યું કે, જ્યારે તેમણે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને 35 રૂપિયા પગાર મળતો હતો. ફિલ્મના સેટ પર જવા માટે પૈસા નહોતા અને તેઓ ચાલતા જતા હતા. જેમાં દોઢ થી બે વર્ષનો સમય લાગતો હતો.

ખાવાના પણ નહોતા પૈસા-
એક ઈન્ટરવ્યૂમાં રોહિત શેટ્ટી (Rohit Shettyએ કહ્યું કે, તેમની સફર સરળ નહોતી. તેમએ કહ્યું કે, લોકોને લાગતું હતું કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવું છું, તો મારા માટે તે સરળ રહેશે. પરંતુ એવું નથી. અનેક વાર એવું હોય છે કે, મને ભોજન અને ટ્રાવેલમાંથી એકને પસંદ કરવું પડતું હતું. કારણ કે ખિસ્સામાં એક જ વસ્તુ માટે પૈસા હોય.

 

રોજ ચાલીને જતા હતા સેટ પર-
રોહિતે કહ્યું કે, અમે સાંતાક્રૂઝ રહેતા હતા. જે બાદ અમે દહિંસરમાં મારા દાદીના ઘરે શિફ્ટ થઈ ગયા. અમારી પાસે ઘર પણ નહોતું રહેવા માટે. હું આર્થિક રીતે બહુ પરેશાન રહેતો હતો. મારા દાદી દહીસરમાં રહેતા હતા, જે બહુ દૂર હતું. પછી મે પગપાળા જવાનું શરૂ કર્યું. હું મલાડથી અંધેરી ચાલીને જતો હતો. એમાં મને દોઢ થી બે કલાક લાગતા હતા. જ્યારે પણ હું મારા ડ્રાઈવરને કહું છું કે, આ રૂટ પર લઈ ચાલ, તો તે રિવ્યૂ મિરરમાં મને જુએ છે અને વિચારે છે કે મને રૂટ કેમ ખબર છે?  શું હું પહેલા ચોર હતો?

આ ફિલ્મથી પલટી કિસ્મત-
રોહિત શેટ્ટીને વર્ષ 2003માં અજય દેવગણને લઈને ફિલ્મ જમીન બનાવી. જે બોક્સ ઑફિસ પર સરેરાશ સાબિત થઈ. જે બાદ તેણે 2006માં ફિલ્મ ગોલમાલ બનાવી. આ કૉમેડી ફિલ્મ હિટ થઈ. જે બાદ રોહિત શેટ્ટી (Rohit Shetty) એ ક્યારેય પાછું વળીને નથી જોયું.

બૉક્સ ઑફિસ પર સૂર્યવંશીનો ધમાલ-
જણાવી દઈએ કે રોહિત શેટ્ટી એક્ટર અને એક્શન કોરિયોગ્રાફર એમબી શેટ્ટીના પુત્ર છે. રોહિતની ગોલમાલ ફ્રેન્ચાઈઝીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સીરિઝની તમામ ફિલ્મ હિટ સાબિત થઈ છે. આ સિવાય તેણે બોલ બચ્ચન (Bol Bachchan), ચેન્નઈ એક્સપ્રેસ (Chennai Express) અને દિલવાલે (Dilwale) જેવી ફિલ્મો પણબનાવી છે. હાલ તેના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશી તાબડતોબ કમાણી કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, કેટરિના કૈફ, રણવીર સિંહ, અજય દેવગણ સહિતના સિતારાઓએ કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news