Bye Bye 2020: 2021માં ધૂમ મચાવવા આવી રહી છે આ ધમાકેદાર ફિલ્મો
કોરોનાના કારણે આ વર્ષે મોટાભાગનો સમયે થિયેટર્સ બંધ રહ્યા હતા. પરંતુ હવે મોટી સ્ક્રીન પર ફિલ્મોનો આનંદ ઉઠાવવા માટે દર્શકો આતુર છે.ત્યારે ચાલો અમે તમને જણાવીએ કે વર્ષ 2021માં કઈ મોટી બોલીવુડ અને હોલીવુડની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
Trending Photos
ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ નિયાભરમાં હાહાકાર મચાવનારી કોરોનાની મહામારીના કારણે 2020નું વર્ષ ફિલ્મ રસિકો માટે પણ સારું ન રહ્યું. કારણ કે કોરોનાને પગલે અપાયેલાં લોકડાઉનના લીધે થિયેટરમાં જઈને ફિલ્મો ન જોવા મળી. ફિલ્મઉદ્યોગને પણ તેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. પરંતુ ફિલ્મ રસિકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણકે, 2021માં ધૂમ મચાવવા આવી રહી છે ધમાકેદાર ફિલ્મો. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી 2021માં રિલિઝ થનારી ફિલ્મોની આ રહી યાદી.
કોરોના કાળમાં જીવન જાણે થંભી ગયું હતું. હવે કોરોનાનો કહેર ઓછો થતા અને રસી આવી જતા જીવન ધીમે-ધીમે સામાન્ય થઈ રહ્યું છે. કોરોનાએ લોકોનો ફિલ્મ જોવાનો અંદાજ પણ બદલી નાખ્યો. કોરોનાના કારણે આ વર્ષે મોટાભાગનો સમયે થિયેટર્સ બંધ રહ્યા હતા. પરંતુ હવે મોટી સ્ક્રીન પર ફિલ્મોનો આનંદ ઉઠાવવા માટે દર્શકો આતુર છે.ત્યારે ચાલો અમે તમને જણાવીએ કે વર્ષ 2021માં કઈ મોટી બોલીવુડ અને હોલીવુડની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.
ભુજઃ ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા
કચ્છના ભુજના બેકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્મ મોટા પડદે તો નહીં આવે પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. માધાપર ગામની 300 મહિલાઓની મદદથી ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધ દરમિયાન કેવી રીતે તાબડતોબ રનવે તૈયાર કરવામાં આવ્યો હતો, તેના પર આ ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં છે.
રિલીઝ ડેટઃ સંભવતઃ જાન્યુઆરી 2021
બિગ બુલ
શેરબજારના બિગ બુલ હર્ષ મહેતાના જીવન પર બનેલી વેબ સીરિઝે ધૂમ મચાવી છે. આ જ વિષય પર ફિલ્મ પર બની છે. જેમાં હર્ષદ મહેતાની ભૂમિકામાં અભિષેક બચ્ચન છે. આ ફિલ્મ મોટા પડદાના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
રિલીઝ ડેટઃ સંભવતઃ જાન્યુઆરી 2021
બચ્ચન પાંડે
ક્રિતી સેનન અને અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે જાન્યુઆરીના અંતમાં રિલીઝ થવા જઈ રહી છે. ફરહાદ સામજીની ફિલ્મ બચ્ચન પાંડે એક મસાલા-એક્શન ફિલ્મ છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે.
રિલીઝ ડેટઃ 22 જાન્યુઆરી, 2021
અતરંગી રે
આનંદ એલ રાયની ફિલ્મ પ્રણય ત્રિકોણ છે. જેમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે. ફિલ્મ મુંબઈ, દિલ્લી અને મદુરાઈમાં શૂટ થઈ છે.
રિલીઝ ડેટઃ 14 ફેબ્રુઆરી, 2021
પઠાણ
બોલીવુડના બાદશાહ લાંબા સમય બાદ જે ફિલ્મથી કમબેક કરી રહ્યા છે, તે છે પઠાણ. શાહરુખ ખાન છેલ્લે 2018માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. એક્શન-પેક્ડ ફિલ્મમાં શાહરુખના લૂકની પણ ચારે તરફ ચર્ચા છે. ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે.
રક્ષાબંધન
લાગે છે વર્ષ 2021 અક્ષય કુમારનું વર્ષ છે. અક્ષય કુમારની ભાઈ-બહેનના સંબંધો પર આધારિત ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. આનંદ એલ રાયની આ ફિલ્મ અક્ષય કુમારે પોતાની બહેનને સમર્પિત કરી છે.
રિલીઝ ડેટઃ 5 નવેમ્બર, 2021
ધ ફ્રેંચ ડિસ્પેચ
ઑસ્કરની રેસમાં આગળ રહેલી ફિલ્મ ધ ફ્રેંચ ડિસ્પેચ 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાના કારણે તેની રિલીઝ પાછળ ઠેલાઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ચાહકો આતુર છે.
રિલીઝ ડેટઃ 28 જાન્યુઆરી, 2021
બ્લેક વિડો
માર્વેલ સીરિઝના ચાહકો માટે આ વર્ષ સૌથી સારું હશે. આ વર્ષે આવી રહી છે માર્વેલની બ્લેક વિડૉ. ફિલ્મ બ્લેક વિડૉના ઘરે પાછા ફરવાથી શરૂ થશે. તે સુપરહીરો તરીકેને તેની લાઈફને છોડીને પારિવારિક સમસ્યાનો સામનો કરતી બ્લેક વિડૉ જોવા મળશે.
રિલીઝ ડેટઃ 7 મે, 2021
ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9
ફાસ્ટ અને ફ્યુરિયસ સિરીઝ ફ્રેન્ચાઈઝીની નવમી ફિલ્મ મે મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. જેમાં આ તમામ રેસર્સ દુનિયાને બચાવવાના મિશન પર જશે. જૂના દુશ્મનોને ખતમ કરવા માટે તમામ રફ્તારના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે અને ચાહકોને મજા કરાવશે.
રિલીઝ ડેટઃ 28 મે, 2021
ધ કોન્જ્યુરિંગઃ ધ ડેવિલ મેઈડ મી ડૂ સો
હૉરર સિરીઝ કૉન્જ્યુરિંગનો ત્રીજો ભાગ પણ 2021માં રિલીઝ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મ પેરાનૉર્મલ એક્ટિવિટી પર તપાસ કરી રહેલા બે લોકોના જીવન પર આધારિત છે. ફરી એકવાર દર્શકોને ડરાવવા માટે કલાકારો તૈયાર છે.
રિલીઝ ડેટઃ 4 જૂન, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે