જોન અબ્રાહમની Romeo Akbar Walter (RAW) રિલીઝ, જોવાય કે નહીં? જાણવા કરો ક્લિક
લાંબા સમયથી ફિલ્મી પડદા પર જોવા ન મળેલો જોન અબ્રાહમ લેટેસ્ટ ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો)માં જોવા મળ્યો છે. ફિલ્મમાં તે રોમિયો, અકબર અને વોલ્ટર જેવા ત્રણ બહુરુપના પાત્ર ભજવી રહ્યો છે.
Trending Photos
2018માં રિલીઝ થયેલી જોન અબ્રાહમની સત્યમેવ જયતેને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી સફળતા મેળવી હતી. હવે જોનની નવી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર રિલીઝ થઈ છે. ફિલ્મ ગોલ્ડ મારફતે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી ચુકેલી મૌની રોલ આ ફિલ્મમાં પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ મૌનીની બીજી ફિલ્મ છે અને એને રોબી ગ્રેવાલે ડિરેક્ટ કરી છે.
શું છે વાર્તા?
લાંબા સમયથી ફિલ્મી પડદા પર જોવા ન મળેલો જોન અબ્રાહમ લેટેસ્ટ ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર (રો)માં જોવા મળ્યો છે. ફિલ્મમાં તે રોમિયો, અકબર અને વોલ્ટર જેવા ત્રણ બહુરુપના પાત્ર ભજવી રહ્યો છે. તે દુશ્મન દેશમાં જઈ પોતાના વતનની રક્ષા માટે જાનની બાજી લગાવી જાસૂસી કરે છે. ફિલ્મની વાર્તાની કામ કરીએ તો બેન્કમાં કામ કરતો રોમિયો ઈમાનદાર અને બહાદુર છે. તે બેન્કમાં તેની સાથે કામ કરનારી શ્રદ્ધા (મૌની રોય)ને પ્રેમ કરે છે અને પોતાની માતા સાથે રહે છે. જોકે બેન્કમાં થતી ચોરી તેનું જીવનમાં નવો વળાંક લાવે છે. બેન્કમાં થયેલી લૂંટનો તે જીવના જોખમે મુકાબલો કરે છે. ત્યાર પછી તેને જણાવાય છે કે તેને RAWના ચીફ શ્રીકાંત રાય (જેકી શ્રોફ)એ એક જાસૂસના રૂપમાં પસંદ કર્યો છે અને તેણે અકબર મલિક બનીને પાકિસ્તાનની સિક્રેટ માહિતી એકઠી કરવાની છે. આ પસંદગી પછી રોમિયોના જીવનમાં અનેક વળાંક આવે છે.
કેવી છે ફિલ્મ?
આ ફિલ્મના હકારાત્મક અને નકારાત્મક બંને પાસા છે જેના કારણે ફિલ્મને મિક્સ રિવ્યુ મળી રહ્યા છે. ફિલ્મ માટે ડિરેક્ટરે વિગતવાર રિસર્ચ કર્યું છે પણ અત્યંત ધીમી ગતિથી આગળ વધતી વાર્તા ચોક્કસ રસક્ષતિ કરે છે. ફિલ્મની સ્ટોરી સેટ થવામાં ઘણો સમય લાગે છે પણ આમ છતાં વાર્તા સડસડાટ રીતે આગળ નથી વધતી. આ થ્રિલર ફિલ્મમાં થ્રિલનો અભાવ છે. ફિલ્મનો અંત પણ પહેલાંથી ખ્યાલ આવી જાય છે અને એમાં કોઈ દમદાર પંચ નથી. એક્ટિંગની વાત કરીએ તો જોન અબ્રાહમે પોતાના રોલને પૂરો ન્યાય આપ્યો છે. ખુદાબક્ષના રોલમાં સિકંદર ખેર સારી એક્ટિંગ કરે છે. રઘુવીર યાદવનો નાનો રોલ ફિલ્મમાં મજબૂત ઇફેક્ટ આપે છે. જોકે ફિલ્મનું સંગીત ખાસ નથી.
જોવાય કે નહીં?
આ ફિલ્મ મહદઅંશે આલિયા ભટ્ટની બ્રિલિયન્ટ ફિલ્મ 'રાઝી'ની નબળી નકલ જેવી લાગે છે. જોકે જો તમે જોનના મોટા ચાહક ન હો તો આ ફિલ્મ જોવી ખાસ જરૂરી નથી.
- ફિલ્મ : રોમિયો અકબર વોલ્ટર (Action, Drama, Thriller)
- રેટિંગ : 2.5/5
- કલાકારો : જોન અબ્રાહમ, મૌની રોય, જેકી શ્રોફ, રઘુવીર યાદવ અને સિકંદર ખેર
- ડિરેક્ટર : રોબી ગ્રેવાલ
- લેખક : રોબી ગ્રેવાલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે