ભાઈ પર જાતીય સતામણીનો આરોપ લાગતા Nawazuddin Siddiquiએ તોડ્યુ મૌન, જાણો શું કહ્યું...
નવાઝુદ્દીન સિદ્દીકી તાજેતરમાં તેમના પરિવાર એક બાદ એક લાગી રહેલા આરોપના કારણે ચર્ચામાં છે. પહેલા તેમની પત્ની આલિયાએ નવાઝુદ્દીનને તલાક નોટિસ મોકલી તો ત્યારબાદ નવાઝુદ્દીનની ભત્રીજીએ તેના કાકા મિનાઝુદ્દીન પર જાતીય સતામણીનો આરોપ લગાવી આખા પરિવારને હચમચાવી દીધા છે. ભત્રીજીના આ આરોપ પર પહેલા સમાશ સિદ્દીકીએ ટ્વિટ કરી સ્પષ્ટતા આપી હતી કે, સત્ય ટુંક સમયમાં સામે આવશે, ત્યારે હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ આ મામલે મૌન તૌડ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નવાઝુદ્દીન સિદ્દીકી તાજેતરમાં તેમના પરિવાર એક બાદ એક લાગી રહેલા આરોપના કારણે ચર્ચામાં છે. પહેલા તેમની પત્ની આલિયાએ નવાઝુદ્દીનને તલાક નોટિસ મોકલી તો ત્યારબાદ નવાઝુદ્દીનની ભત્રીજીએ તેના કાકા મિનાઝુદ્દીન પર જાતીય સતામણીનો આરોપ લગાવી આખા પરિવારને હચમચાવી દીધા છે. ભત્રીજીના આ આરોપ પર પહેલા સમાશ સિદ્દીકીએ ટ્વિટ કરી સ્પષ્ટતા આપી હતી કે, સત્ય ટુંક સમયમાં સામે આવશે, ત્યારે હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ આ મામલે મૌન તૌડ્યું છે.
અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.comના સમાચાર અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીએ તેમના એક ઈન્ટરવ્યૂમાં મીડિયાને કહ્યું કે, આ મુદ્દા પર આટલી ગંભીરતા દેખાડવા માટે તમારો ખુબ ખુબ આભાર. પરંતુ આ સમયે હું કોઈ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી. નવાઝુદ્દીન સિદ્દીકી ભેલ આ મુદ્દા ટાળતા જોવા મળ્યા હોય પરંતુ તેમની પત્ની આલિયાએ સોશિયલ મીડિયા પર વાત કરતા પહેલા જ ઈશારો કર્યો હતો. કે, હવે આ પરિવારના ઘણાં રાઝ પરથી પરદો ઉઠવાનો બાકી છે.
તમને જણાવી દઈએ કે નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ તેના કાકા વિરુદ્ધ દિલ્હીના જામિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેણે આ પરિવાર સામે અનેક ખુલાસો કર્યા છે. નવાઝુદ્દીનની ભત્રીજીએ એમ પણ કહ્યું હતું કે, મેં આ મુદ્દે મારા કાકા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ઘણી વખત વાત કરી હતી. પરંતુ તે મારા પર વિશ્વાસ કરવા તૈયાર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, મારા સાસરિયાઓ ઉપર ખોટા આરોપો લગાવી તેમને ફસાવામાં આવી રહ્યાં છે.
એક વેબ પોર્ટલ સાથે વાત કરતા નવાઝુદ્દીનની ભત્રીજીએ કહ્યું કે, 'મેં એફઆઈઆર નોંધાવી તે દિવસે મારા મોટા પપ્પા નવાઝનો ફોન આવ્યો. તેમણે મને આ કામ કરવા પાછળનું કારણ પૂછ્યું. મેં તેમને કહ્યું કે, હું તમારી પાસે મદદ માટે આવી હતી. પરંતુ તમે મારી વાત સાંભળી નહીં, મારી પાસે એફઆઈઆર નોંધાવવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.
પીડિતાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, 2007 નો મામલો છે, જ્યારે તેણી 9 વર્ષની હતી. મારા કાકા મને ખોટી રીતે સ્પર્શ કરતા. જ્યારે હું મોટી થઈ ત્યારે મને અહેસાસ થયો કે મારી સાથે કંઈક ખોટું થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે