નેહા કક્કડે આ પંજાબી સિંગર સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, Video થયો Viral

બોલીવુડની સિંગર નેહા કક્કડ (Neha Kakkar) તેના ગીતોની જેમ સોશિયલ મીડિયા પર ખુબજ ફેમસ છે. હવે નેહા કક્કડ (Neha Kakkar) અને જાણીતા પંજાબી સિંગર સુખી (Sukhe Muzical Doctorz)નો એક વડિયો સોશિયલ મીડિયામાં પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે.

નેહા કક્કડે આ પંજાબી સિંગર સાથે કર્યો ધમાકેદાર ડાન્સ, Video થયો Viral

નવી દિલ્હી: બોલીવુડની સિંગર નેહા કક્કડ (Neha Kakkar) તેના ગીતોની જેમ સોશિયલ મીડિયા પર ખુબજ ફેમસ છે. હવે નેહા કક્કડ (Neha Kakkar) અને જાણીતા પંજાબી સિંગર સુખી (Sukhe Muzical Doctorz)નો એક વડિયો સોશિયલ મીડિયામાં પર જોરદાર ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં ફરી એકવાર તેના અંદાજ અને સ્ટાઇલથી નેહા ફરી તેના ચાહકો પર કહેર વરસાવી રહી છે. આ વીડિયો નેહાએ તાજેતરમાં જ રીલિઝ થયેલા ‘વાહ વઇ વાહ (Wah Wai Waah)’ પર બનાવ્યો છે. આ જબરજસ્ત પંજાબી સોન્ગ (Latest punjabi Song)ને નેહા કક્કડના ઉપરાંત સિંગર સુખી મ્યૂઝિકલ ડોક્ટર્સે (Sukhe Muzical Doctorz) પણ ગાયો છે. આ વીડિયોમાં પણ બંનેએ કમાલ કર્યો છે. જુઓ વીડિયો...

A post shared by Sukhe Muzical Doctorz (ਡੌਕਟਰਜ) (@sukhemuziicaldoctorz) on

આ વીડિયોની વાત કરીએ તો તેમાં નેહા અને સુખી સાથે સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. ઓરેન્જ કલરના આઉટફિટમાં નેહા આ વીડિયોમાં ખુબજ સુંદર દેખાઇ રહી છે. ત્યારે સુખીનો સ્વેગ પણ ગજબનો જોવા મળી રહ્યો છે. જુઓ આ આખું સોન્ગ...

ઉલ્લેખનીય છે કે, નેહા અને સુખીનું આ નવું સોન્ગ યૂટ્યૂબ પર ઘણું ટ્રેન્ડમાં છે. આ સોન્ગ 1 કરોડથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. આ સોન્ગને ટી-સીરીઝના બેનર હેઠળ રીલિઝ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, થોડા સમયે પહેલા જ નેહાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 25 મિલિયનથી વધારે ફોલોઅર્સ થવાની ઉજવણી કરી હતી. આટલી વ્યસ્તતા બાદ પણ તે સતત તેના ફોલોઅર્સ માટે નવી નવી સ્ટાઇલમાં વીડિયો શેર કરતી રહે છે.

જુઓ Live Tv:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news