Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ

દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે.

Malang : જાહેર થયું નવું ગીત, દિશાએ બિકીની પહેરીને આદિત્ય સાથે કર્યો રોમેન્સ

મુંબઈ : દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું (Malang) લેટેસ્ટ સોંગ હમરાઝ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર સસ્પેંસ અને લવ કેમેસ્ટ્રી છે. ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝના ભૂષણ કુમાર, કિશન કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્ધર્ન લાઇટ્સ એન્ટરટેનમેન્ટના જે.શેવક્રમણી દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીતને કુનાલ વર્માએ લખ્યું છે જ્યારે સચેટ ટંડને ગાયું છે. 

આદિત્ય રોય કપૂર અને દિશા પટાનીની ફિલ્મ ‘મલંગ’ના ટ્રેલરના કેન્દ્રસ્થાને એકબીજાથી સાવ અલગ ચાર પાત્રો છે. જીવવાની અને જીવ લેવાની તેમની પોતાની વ્યાખ્યા છે. આદિત્ય માટે હત્યાઓ કરવી એ નશો કરવા જેવું છે, કુણાલ ખેમૂ માટે એ જરૂરિયાત છે જ્યારે પોલીસ ઓફિસરનો રોલ પ્લે કરતા અનિલ કપૂરનો એ સ્વભાવ છે. આ ફિલ્મમાં દિશા રહસ્યમય રોલમાં છે. તેના માટે હત્યા મજા માટે છે. 
‘મલંગ’ થ્રિલિંગ એડ્વેન્ચર હોય એમ જણાય છે. મેકર્સે આ ટ્રેલરમાં એની સ્ટોરી વિશે ખાસ જણાવ્યું નથી. તમામ ત્રણ મેલ લીડ કૅરૅક્ટર્સ કિલર્સ હોવાનો દાવો કરે છે, પરંતુ એના માટે તેમના પોતપોતાના ઇરાદા છે. સાથે જ આ ટ્રેલરમાં આદિત્ય અને દિશાની લવ સ્ટોરીની ઝલક પણ જોવા મળે છે. 

ગણતરીના દિવસો પહેલાં ફિલ્મનું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતના વીડિયોમાં જ્યાં પબ અને ગોવાના સનબર્ન ફેસ્ટની ઝલક જોવા મળી રહી છે તો બીજી તરફ ફિલ્મની કહાની પર આ વીડિયોમાં જોવા મળી રહી છે. આ ગીતના લિરિક્સ કુણાલ વર્મા અને હર્ષ લિંબાચિયાએ લખ્યા છે. આ ગીતનો વીડિયો જોઇને તમે ફરી એકવાર આ ફિલ્મને રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોશો. મલંગના આ સોન્ગનું બેકગ્રાઉન્ડ ગોવા બેસ્ડ છે. આ ગીતનું મ્યૂઝિક વેદ શર્માનું છે સાથે જ તેમણે આ ગીત પોતાના સુંદર સૂફિયાના અવાજમાં ગાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news