ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો ડિસેમ્બરમાં PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
ગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.
Trending Photos
- એગ્રીસ્ટેક - ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ
- ટૂંક સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા ફરી શરુ કરીને ખેડૂતોને જાણ કરાશે
- પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત
- ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ
- ગુજરાતના તમામ ખેડૂતોની તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન
ઝી બ્યૂરો/ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે.
આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.
જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૨૫-૧૧-૨૦૨૪ પહેલા ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાતપણે પૂર્ણ કરવા જણાવાયું હતું. પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકશે નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે