ગુજરાતની આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ મેડલ

મુંબઇ ખાતે યોજાયેલા આર્મ રેસલિંગના એશિયન કપમાં સુરતની સાનિયા શેખે 65 ની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 24 વર્ષીય સાનિયા શેખે હાલમાં જ નર્સિંગમાં બેચલર ડિગ્રી મેળવી ચૂકી છે.

Trending Photos

ગુજરાતની આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ મેડલ

ઝી બ્યુરો/સુરત: વર્ષ 2019માં સુરતની સાનિયા શેખે પોતાનું વધેલું 105 કિલો વજન ઓછું કરવા માટે જીમમાં ગઈ હતી, જો કે તેણે 6 મહિનામાં તેનું વજન ઘટાડ્યું હતું, પરંતુ જીમમાં તેને ખબર પડી કે તેની અંદર એક કૌશલ્ય છે જે ભાગ્યે જ છોકરીઓમાં જોવા મળે છે.જ્યારે પણ સાનિયા કોઈની સાથે પંજો લડાવે છે ત્યારે તેની સામેની વ્યક્તિ પરસેવો પાડવા લાગે છે. સુરતની આ દીકરીએ હાલમાં જ એશિયન કપમાં સુરતની સાનિયા શેખે 65 ની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 

મુંબઇ ખાતે યોજાયેલા આર્મ રેસલિંગના એશિયન કપમાં સુરતની સાનિયા શેખે 65 ની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. 24 વર્ષીય સાનિયા શેખે હાલમાં જ નર્સિંગમાં બેચલર ડિગ્રી મેળવી ચૂકી છે. નાનપણથી જ ફૂટબોલ, ક્રિકેટ બાસ્કેટબોલ સહિતના રમતોમાં તેને ખૂબ જ રસ હતો. પરંતુ જ્યારે તે ધોરણ 12 માં ભણતી હતી ત્યારે સાનિયાનું વજન ઘણું વધી ગયું હતું સાનિયાનું વજન 105 કિલો સુધી પહોંચી ગયું હતું સની વજન ઘટાડવા માટે જીમમાં ગઈ હતી ત્યારે તેના ટ્રેનરે તેને કહ્યું કે તેનામાં ખાસ ટેલેન્ટ છે. તેના પંજામાં ગ્રીપ છે અને તે સારી રીતે પંજો લડાવી શકે છે. ત્યાંથી જ સાનિયાની એક નવી શરૂઆત થઈ. 

ઝી 24 કલાક સાથે સાનિયા એ વાતચીતમાં જણાવ્યું હતું કે તેનું વજન વધારે હતું તેથી તેને ફક્ત વજન ઘટાડવા જ જીમ જોઇન કર્યું હતું. જોકે જીમ ટ્રેઇનરે સાનિયાને જોઇને કહ્યું હતું કે તેણીમાં નેચરલી આર્મ રેસ્લિંગ કરવાની સ્ટ્રેન્થ રહેલી છે. તેથી તેણીએ અભ્યાસની સાથે આર્મ રેસ્લીંગની શરૂઆત કરી. જેથી વર્ષ 2019થી જુદા જુદા કોમ્પિટીશનમાં ભાગ લેવાની શરૂઆત કરી. વર્ષ 2021થી હાલ સુધીમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રહી છે. તેથી હાલમાં જ મુંબઇમાં યોજાયેલા એશિયન કપમાં સાનિયા એ બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. જેમાં સાનિયાએ કઝાકિસ્તાનની એક પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેળવ્યો હતો. 

તેને વધુમાં કહ્યું હતું કે, પરિવારના લોકો મારા માતા-પિતાને કહેતા હતા કે દીકરીને ભણાવો. આ જીમ કરાવું યોગ્ય નથી. તેમ છતાં મારા માતા પિતાએ મારા સપોર્ટમાં હંમેશા રહ્યા. આજે જે કંઈક પણ હું છું એ મારા માતા-પિતાના લીધે છું. હૂં ઇચ્છું છું કે આર્મ્સ રેસલિંગ ઓલમ્પિકમાં શામિલ થાય જેથી હું મારા દેશ માટે ગોલ્ડ મેડલ મેળવી શકું.તેણે વધુમાં જણાવ્યું હતું કે, આર્મ રેસલિંગ સહેલી ગેમ નથી જેટલી લોકોને લાગે છે. ઘણીવાર તો ઇજાના કારણે ખુબ જ પીડા સહન કરવી પડે છે. 

વર્ષ 2021થી હાલ સુધીમાં દર વર્ષે સાનિયા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રહી છે અને પ્રો પંજા લીગમાં પણ તેણે કોચી કેડી ટીમમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2023માં મે પ્રો પંજા લીગની સિઝન-1માં પણ ભાગ લીધો હતો. જેમાં સાનિયા ટોપ-7 પ્લેયર્સમાં છે. પ્રો પંજા લીગમાં તેણી કોચી કેડી ટીમમાં હતી અને તેની ટીમ સિઝન-1ની વિજેતા રહી હતી. જેમાં તેણી 65 કેટેગરીમાં રમી રહી છે. શરૂઆતમાં સાનિયાએ આ ગેમને વધુ ગંભીરતાથી નહીં લીઘી હતી પરંતુ તેણીના અચિવમેન્ટની સાથે સાથે તેનો કોન્ફિડન્સ પણ વધતો ગયો હતો સાનિયાને તેના પિતાએ સૌથી વધુ સપોર્ટ કર્યો છે. કેમ કે તેઓ ઇચ્છતા હતા કે સાનિયા દેશ માટે કંઇક કરે તેથી આ ગેમ તેણીના સપનાને પુરા કરવાની તક આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news