રણબીર અને દીપિકા ફરી સાથે ? આજના મોટા સમાચાર

લાંબા સમય પહેલા થયેલા બ્રેકઅપ પછી ફરી એકવાર મોડી રાત્રે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એક સાથે જોવા મળ્યા હતાં

રણબીર અને દીપિકા ફરી સાથે ? આજના મોટા સમાચાર

મુંબઈ : લાંબા સમય પહેલા થયેલા બ્રેકઅપ પછી ફરી એકવાર મોડી રાત્રે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ એક સાથે જોવા મળ્યા હતાં અને એક સાથે કેમેરામાં કેદ થયા હતા. ચર્ચા છે કે રણબીર અને દીપિકા ફરી એકવાર સિલ્વર સ્ક્રિન પર સાથે જોવા મળી શકે છે. શુક્રવાર મોડી રાત્રે દીપિકા અને રણબીર ડિરેક્ટર લવ રંજનના ઘરની બહાર જોવા મળ્યાં હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. આ પહેલા દીપિકા અને રણબીર બચના એ હસીનો, યે જવાની હૈ દિવાની અને તમાશામાં સાથે જોવા મળી રહ્યાં છે.

લવ રંજન આ પહેલા પ્યાર કા પંચનામા ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ત્યારબાદ લવ રંજને સોનૂ કે ટીટૂ કી સ્વીટી ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. દીપિકા અને રણબીરના સાથે સ્પોટ થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે, લવ રંજનની ફિલ્મમાં બન્ને એકસાથે જોવા મળી શકે છે. હાલ ફિલ્મને લઈને કોઈ સ્પષ્ટતા નથી પણ આ મુલાકાતો પછી બન્ને સાથે જોવા મળી શકે તેવી સંભાવના છે.

બોલિવૂડ સ્ટાર્સ  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાછલા લાંબા સમય પછી પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન આ બંને સ્ટાર્સ પહોંચ્યા ત્યારે રણબીર કપૂરને સોશિયલ મીડિયા વિશે એક સવાલ પૂછાયો. રણબીરને પૂછાયું કે તે કઈ સેલિબ્રિટીને ચુપચાપ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે? આ વાતના જવાબમાં રણબીરે જણાવ્યું કે તે પોતાના સિક્રેટ સોશિયલ મીડિયા એકાઉન્ટથી દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફને ચુપચાપ સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. માત્ર આટલું જ નહીં રણબીરે આ લિસ્ટમાં આલિયા અને રણવીર સિંહનું નામ પણ જોડી દીધું. 

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાના સંબંધો કરતા વધારે બ્રેકઅપને કારણે ચર્ચામાં રહે છે. વર્ષો પહેલાં જ્યારે તેના સંબંધો સલમાન ખાતે તુટ્યા હતા ત્યારે જેટલી ચર્ચા થઈ હતી એટલી જ ચર્ચા તેના અને રણબીરના બ્રેકઅપ પછી થઈ છે. સલમાન સાથેના બ્રેકઅપ પછી રણબીર અને કેટરિનાની રિલેશનશીપ શરૂ થઈ પણ આ સંબંધ ખાસ આગળ વધી શક્યો નહોતો. આ બ્રેકઅપ પછી રણબીર કે કેટરિના કોઈએ કારણોની સ્પષ્ટતા નહોતી કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news