પ્રિયંકાએ પિતાના જન્મદિવસ પર લખ્યો ભાવુક મેસેજ, શેર કરી આ તસ્વીર
તેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, 'દર વર્ષે આ દિવસે હું અને સિડ તમને સરપ્રાઇઝ આપવા તૈયાર રહેતા હતા, પરંતુ અમે તેમ ન કરી શક્યા!'
Trending Photos
નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના પિતા અશોક ચોપડાના જન્મદિવસ પર એક ભાવુક સંદેશ લખ્યો છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેમની એક તસ્વીર પણ પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં તેમના પિતાનો હસ્તો ચહેરો જોવા મળી રહ્યો છે અને તેના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે.
તેના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યું, 'દર વર્ષે આ દિવસે હું અને સિડ તમને સરપ્રાઇઝ આપવાની તૈયારીમાં રહેતા હતા, પરંતુ અમે તેમ ન કરી શક્યા. તમે હંમેશા બધુ જાણી જતા હતા તેથી મને આશા છે કે તમે ગમે ત્યાં હોવ, તમને ખ્યાલ છે કે તમે દરેક દિવસે અમારી સાથે છો.'
પ્રિયંકાએ આગળ લખ્યું, 'હું જે પણ કરુ છું, તેમાં હું તમારા પ્રોત્સાહન વિશે વિચારુ છું. હું જે પણ કરુ છું તેના વિશે તમને પૂછુ છું. મારી સાથે જે પણ થાય છે, હું તમારા આશીર્વાદ માટે આભારી છું.'
અંતમાં પ્રિયંકાએ કહ્યું, 'હેપ્પી બર્થ ડે ડેડ. તમે દરેક દિવસ અમારી સાથે હોત! અમે બધા તમને પ્રેમ કરીએ છીએ. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે તે પિતાના પસંદગીના ગીતમાંથી એક છે. તેઓ આ માતા માટે હંમેશા ગાતા હતા.'
પ્રિયંકાના પિતાનું નિધન 2013મા કેન્સરને કારણે થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે