રામાયણના 'રાવણ'ના મોતની ઉડી અફવા, 'લક્ષ્મણ'એ જણાવ્યું શું છે સત્ય
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના આ સમયમાં અનેક ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બોલીવુડ અને ટેલીવુડમાં પણ અનેક હસ્તીઓનું નિધન થયું. આ બધા વચ્ચે કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક એવી અફવા ઉડી કે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું. આ સમાચાર સુનિલ લહેરીએ ફગાવ્યા છે. તેમણે રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. સુનિલે લોકોને અપીલ કરતા કહ્યું કે આવી અફવાઓથી બચો.
અરવિંદ ત્રિવેદી બિલકુલ ઠીક છે
સુનિલ લહેરીએ અરવિદ ત્રિવેદીની એક તસવીર શેર કરીને મેસેજ આપ્યો છે. તેમણે લખ્યું કે કોરોનાના કારણે આજકાલ કોઈને કોઈ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરથી અરવિંદ ત્રિવેદીજીના ખોટા ખબર. ખોટી અફવાઓ ફેલાવનારાઓને મારી પ્રાર્થના છે કે કૃપા કરીને આવી ખબર ન ફેલાવો. ભગવાનની દયાથી અરવિંદજી ઠીક છે અને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમને સદા સ્વસ્થ રાખે.
Aajkal Koi Na Koi Buri Khabar sunane Ko milati Hai carona ki vajah se, Upar Se Arvind Trivedi ji (Ravan) ki jhuthi khabar, Prathna Hai jhuthi afwah failane Walon se Is Tarah ki khabar na failaye...vo Bhagwan ki Daya theek hain aur Prathna Karta Hun Bhagwan unhen Swasth rakhen🙏 pic.twitter.com/CfFACzouQM
— Sunil lahri (@LahriSunil) May 5, 2021
પહેલા પણ ઉડી હતી મોતની અફવા
અત્રે જણાવવાનું કે ગત વર્ષે પણ અરવિંદ ત્રિવેદના નિધનની અફવા ઉડી હતી. ત્યારે તેમના ભત્રીજાએ સામે આવીને સચ્ચાઈ જણાવી હતી કે અરવિંદ બિલકુલ ઠીક છે. ગત વર્ષે કોરોના કારણે થયેલા લોકડાઉન દરમિયાન રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ થયું હ તું. આ વર્ષે પણ પ્રસારણ થઈ રહ્યું છે. દર્શકોએ બંને સિરિયલને ખુબ પસંદ કરી હતી.
આ અગાઉ મીનાક્ષી શેષાદ્રી અને લકી અલીના મોતની પણ અફવાઓ સામે આવી હતી. ત્યારબાદ તેનું ખંડન કરાયું. મિનાક્ષી શેષાદ્રી હાલ અમેરિકાના ટેક્સાસમાં છે અને લકી અલી પોતાના બેંગ્લુરુ ખાતેના ફાર્મ હાઉસ પર છે. બંનેના નીકટના લોકોએ જણાવ્યું કે તેઓ ફિટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે