Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?
સની દેઓલે પોતાની ફિલ્મ ગદરમાં તો પાડોશી દેશનો હેંડપંપ જ ઉખાડી દીધો હતો. તેમની સાથે આ ફિલ્મમાં અમીષા પટેલે કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મમાં અવોર્ડ લેવા માટે એક ફંક્શનમાં પહોંચેલા સની દેઓલે કાંઈક એવું કર્યું હતું. જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સની દેઓલે પોતાની ફિલ્મ ગદરમાં તો પાડોશી દેશનો હેંડપંપ જ ઉખાડી દીધો હતો. તેમની સાથે આ ફિલ્મમાં અમીષા પટેલે કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મમાં અવોર્ડ લેવા માટે એક ફંક્શનમાં પહોંચેલા સની દેઓલે કાંઈક એવું કર્યું હતું. જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.
સની દેઓલ પોતાના ઢાઈ કિલોના હાથ સાથે બોલીવુડમાં પોતાના ગુસ્સા માટે પણ ખૂબ જ જાણીતા છે. કહેવાય છે કે, એકવાર તેમને ગુસ્સો આવી જાય તો તે કોઈનું નથી સાંભળતા. સની દેઓલે પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમણે અત્યાર સુધીમાં ગદર, ઘાયલ, ત્રિદેવ સહિતની સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સનીને ફિલ્મ જગતમાં એક એક્શન અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે. સની દેઓલે પોતાની ફિલ્મ ગદરમાં તો પાડોશી દેશનો હેંડપંપ જ ઉખાડી દીધો હતો. તેમની સાથે આ ફિલ્મમાં અમીષા પટેલે કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મમાં અવોર્ડ લેવા માટે એક ફંક્શનમાં પહોંચેલા સની દેઓલે કાંઈક એવું કર્યું હતું. જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
બાથરૂમમાં મુકી દીધો હતો અવૉર્ડ:
સની દેઓલને ફિલ્મ ગદર માટે બેસ્ટ ક્રિટિક્સ એક્ટર ચૉઈસ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને આ અવૉર્ડ પસંદ નહોતો આવ્યો અને તેઓ તેને બાથરૂમમાં જ મુકીને જતા રહ્યા હતા. આમ તો સીન દેઓલ સહિત અનેક એવા બોલીવુડના કલાકારો છે, જેઓ અવૉર્ડમાં વિશ્વાસ નથી રાખતા અને તેઓ કોઈ અવૉર્ડ ફંક્શનનો ભાગ પણ નથી બનતા. સની દેઓલની જેમ તેમના પિતા ધર્મેન્દ્રને પણ અવૉર્ડ્સ પસંદ નથી. આ બંનેએ ફિલ્મ જગતમાં આપવામાં આવતા અવોર્ડ્સ મામલે અનેક વાતો કહી છે અને અવૉર્ડ આપવાની પ્રક્રિયા પર પણ અનેકવાર સવાલો ઉઠાવ્યા છે. ચાલો જાણીએ આવું કરવા પાછળ સની દેઓલ પાસે શું કારણ હતું.
આ કારણે છોડ્યો અવૉર્ડ:
ઝી ટેલિફિલ્મ્સના પૂર્વ સીઈઓ સંદીપ ગોયલે પોતાની બુક, 'ઑનેસ્ટ ટૂ ગૉડ'માં આ વાતનો ઉલ્લેખ કર્યો કે, આખરે કેમ સની દેઓલે પોતાનો અવૉર્ડ બાથરૂમમાં મુકી દીધો. તેમણે પોતાની બુકમાં લખ્યું છે કે, વર્ષ 2011માં આવેલી ફિલ્મ ગદરનું નિર્માણ ઝી ટેલિફિલ્મસે જ કર્યું હતું. આ અવૉર્ડ ફંક્શનનું આયોજન પણ ઝીએ જ કર્યું હતું. જો કે જ્યારે ફિલ્મોને અવૉર્ડ આપવાની વાત આવી તો લિસ્ટમાં આમિર ખાનની ફિલ્મને સામે કરવામાં આવી, પરંતુ સની દેઓલની ફિલ્મ ગદર આ લિસ્ટમાંથી બહાર હતી.
આ કારણે નહોતી કરવામાં આવી સામેલ:
ઝી એ જ ફિલ્મ ગદરનું નિર્માણ કર્યું હતું. એટલે જ આ ફિલ્મને આ અવૉર્ડ ફંક્શનમાં સામેલ નહોતી કરવામાં આવી. આ અવૉર્ડ ફંક્શનમાં આમિર ખાનની ફિલ્મ લગાનને બેસ્ટ ફિલ્મના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી અને આ સાથે જ આમિર ખાનને બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. સની દેઓલ પણ આ અવૉર્ડ ફંક્શનમાં સામે થયા હતા. અને તેમની સામે જ આ અવૉર્ડ આમિરખાન લઈને જઈ રહ્યા હતા.
કેટલાક લોકોએ સનીને ભડકાવ્યા:
ઝી ટેલિફિલ્મ્સના પૂર્વ સીઈઓ સંદીપ ગોયલે પોતાની બુકમાં એ પણ કહ્યું છે કે, સની દેઓલ જ્યારે આ અવૉર્ડ ફંક્શનમાં સામેલ થયા તો કેટલાક લોકોએ તેમને ભડકાવ્યા કે, તેમને બેઈજ્જત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. સંદીપ ગોયલનું કહેવું છે કે આ અવૉર્ડ ફંક્શનમાં સની દેઓલ માટે એક ખાસ અવૉર્ડ રાખવામાં આવ્યો હતો. જે બેસ્ટ એક્ટરનો ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ હતો. આ અવૉર્ડ લેવા માટે સની દેઓલ મંચ પર આવ્યા પણ ખરા. પરંતુ અવૉર્ડ લીધા બાદ કાંઈ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.
અવૉર્ડ બાથરૂમમાં મુકીને ચાલ્યા ગયા:
ડૉ. સંદીપે પોતાની બુકમાં લખ્યું છે કે તેમને શો બાદ સૂચના મળી કે, સની દેઓલ પોતાનો અવૉર્ડ બાથરૂમમાં જ છોડીને ચાલ્યા ગયા હતા. આ સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું કે સની દેઓલે આવું કર્યું. તેમણે કહ્યું કે, આ બાદ તેમની અને સની દેઓલની કોઈ મુલાકાત નથી થઈ. સંદીપ ગોયલની બુક અનુસાર આ જ કારણ છે કે તેઓ કોઈ અવૉર્ડ ફંક્શનમાં સામેલ નથી થતા
(Image Courtsye: Sunny Deol Instagram)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે