સુશાંત કેસઃ અનિલ દેશમુખ બોલ્યા, મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટુ નિવેદન આપ્યુ છે. અનિલ દેશમુખે જણાવ્યુ કે, સુશાંત મામલામાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. તો કરણ જોહરના મેનેજરને પણ સવાલ-જવાબ કરવામાં આવશે.
Trending Photos
મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પરંતુ મુંબઈ પોલીસની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. પોલીસ સતત ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટુ નિવેદન આપ્યું છે.
એએનઆઈ સાથે વાત કરતા અનિલ દેશમુખે સુશાંત મામલામાં ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ મામલામાં મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે. અનિલ દેશમુખે તે પણ કહ્યુ કે, આ કેસમાં હવે કરણ જોહરના મેનેજર સાથે પણ સવાલ-જવાબ કરવામાં આવશે. તેમના પ્રમાણે જો જરૂર પડી તો ખુદ કરણ જોહરને હાજર થવાનું કહેવામાં આવી શકે છે.
સુશાંત કેસમાં મહેશ ભટ્ટની થશે પૂછપરછ
હવે સુશાંત મામલામાં મહેશ ભટ્ટની પૂછપરછને એક મોટા ડેવલોપમેન્ટના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. સુશાંતના મોત બાદથી મહેશ ભટ્ટને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમના પર નેપોટિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગી રહ્યો છે. આ વચ્ચે હવે પોલીસ મહેશ ભટ્ટનું સ્ટેમેન્ટ રેકોર્ડ કરશે, ત્યારે ડાયરેક્ટર શું બોલશે તેના પર બધાની નજર રહેશે.
અમિતાભ બચ્ચને જણાવી માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાની અસર, શેર કર્યો 2 સપ્તાહનો આઇસોલેશન અનુભવ
કરણ જોહરના મેનેજરને થશે સવાલ-જવાબ
આમ તો સુશાંત કેસમાં કરણ જોહરનું નામ પહેલા પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર કરણને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે પરંતુ હવે ખુદ રાજ્યના ગૃહમંત્રી કહી રહ્યાં છે કે કરણ જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે અને જરૂર પડે તો કરણને પણ બોલાવવામાં આવી શકે છે. તેવામાં હવે આ મામલામાં મોટા લોકોની પૂછપરછનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ પહેલા રિયા ચક્રવર્તી, આદિત્ય ચોપડા, સંજય લીલા ભલસાણી જેવા સેલિબ્રિટીઓની પૂછપરછ કરવામાં આવી ચુકી છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા અનિલ દેશમુખે એક નિવેદનમા કહ્યુ હતુ કે, સુશાંત સિંહ રાજપૂતના મામલામાં સીબીઆઈ તપાસની જરૂર નથી. તેમણે દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસ કાર્યવાહી યોગ્ય રીતે કરી રહી છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે