બોલીવુડની 5 એવી ફિલ્મો, જે તમને જણાવશે કે Arranged Marriage કેમ છે બેસ્ટ

સ્ટેટિસ્ટિક્સ બ્રેન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની એક રિપોર્ટ પ્રમાણે અરેન્જ્ડ મેરેજમાં હજુ પણ છૂટાછેડાનો દર માત્ર 6 ટકા છે. આ એક કારણ છે મોટાભાગના લોકો આજે પણ પોતાના માતા-પિતાની પસંદગીથી લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાવા ઈચ્છે છે.
 

બોલીવુડની 5 એવી ફિલ્મો, જે તમને જણાવશે કે Arranged Marriage કેમ છે બેસ્ટ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓનલાઈન ડેટિંગ અને પ્રેમ સંબંધો જેવા જમાનામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં આજેપણ મોટાભાગના લોકો પોતાના માતા-પિતાની પસંદથી પોતાના જીવનસાથીની પસંદગી કરે છે. ભારતમાં હજુ પણ અડધાથી વધારે લોકો Arranged marriageના પક્ષમાં છે. કેમ કે તેમનું માનવું છે કે ઘરના લોકોની પસંદગીથી કરવામાં આવેલા લગ્નમાં છૂટાછેડાનો દર ઓછો હોય છે અને આ લગ્ન પ્રેમ સંબંધની સરખામણીએ વધારે સ્થિર અને ટકાઉ છે. તેની વચ્ચે દિલચશ્પ વાત એ છે કે આ ધારણા સદીઓથી આપણી સંસ્કૃતિનો ભાગ રહી છે. જેનો લોકો આજે પણ સારી રીતે પાલન કરી રહ્યા છે.

જોકે અમે એવું બિલકુલ કહી રહ્યા નથી કે Arranged marriageમાં છૂટાછેડા થતા નથી કે પાર્ટનરને પોતાની પસંદગીનો જ જીવનસાથી મળે છે. પરંતુ હકીકતમાં આવા સંબંધોમાં આ બધું ઓછું જ જોવા મળે છે. જેનો સીધો પૂરાવો હિંદી સિનેમાએ પણ સમયાંતરે આપ્યો છે. Arranged marriage પછી પ્રેમ દર્શાવનારી ફિલ્મોએ અવારનવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. અને આ કારણ છે કે લગ્ન પછી પ્રેમમાં પડનારા અને પોતાના સંબંધો માટે દરેક કામ કરનારા લોકો આજે પણ તમામ પ્રયાસો કરે છે. એવામાં અમે તેમને બતાવી રહ્યા છીએ હિંદી સિનેમાની તે કેટલીક કહાનીઓ, જેમને જોઈને તમને પણ વિશ્વાસ થઈ જશે કે Arranged marriageથી ખૂબસૂરત બીજું કંઈ નથી.

HAHK..!' VIDEO PIRACY | 2 January, 2020 – Film Information

1. હમ આપકે હૈ કૌન

ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં મોહનીશ બહલ અને રેણુકા શહાણેની Arranged marriageએ દરેકનું દિલ જીતી લીધું. લગ્ન દરમિયાન ઘરમાં શોરબકોર, નાચ-ગીત અને દિલને સ્પર્શ કરનાર ક્ષણોને જોઈને આજે પણ દરેક વ્યક્તિ એ વિચારવા મજબૂર બની જાય છે કે હકીકતમાં Arranged marriageમાં આવું શક્ય છે. જ્યારે જોવામાં આવે તો આજે પણ પરિવારની

સંમતિથી લગ્ન કરનારા ઘરમાં આવી પરંપરા યથાવત છે. બંને પરિવાર માત્ર ઓછી આશાઓની સાથે એક નવા સંબંધમાં પ્રવેશ કરે છે. પરંતુ બે લોકો પોતાના પાર્ટનરને તે પ્રમાણે સ્વીકાર કરે છે જેવા તે છે.

Image preview

2. વિવાહ

વિવાહ એક એવી ફિલ્મ છે. જેમાં તમારે ભારતમાં મજબૂત પારિવારિક સંબંધોની સુંદરતાને જોવાની તક મળશે. સૂરજ બડજાત્યાએ પોતાની ફિલ્મમાં સગાઈ સમારોહથી લઈને લગ્નના નાના-મોટા ફંક્શનને અત્યંત ખૂબસૂરતીથી દર્શાવવાનું કામ કર્યું છે. જોકે Arranged marriageમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે તમારો પરિવાર તમારા લગ્નની જવાબદારી લઈ લે છે. તો તે તમારા ભવિષ્યની આવનારી દરેક જવાબદારીઓને સંભાળવામાં ભાગીદાર હોય છે. એટલું જ નહીં, જ્યારે આવા લગ્નની વ્યવસ્થા કરવામાં આવે છે, તો દરેક પાસા પર વિચાર-વિમર્શ કરવામાં આવે છે.

Dhadkan - Latest News on Dhadkan | Read Breaking News on Zee News

3. ધડકન

શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ફિલ્મ ધડકન પણ એક એવી ફિલ્મ છે જેમાં પ્રેમ લગ્ન પછી થાય છે. પોતાના પિતાના આગ્રહ પર શિલ્પા અક્ષય કુમારની સાથે લગ્ન કરવા રાજી થઈ જાય છે. અને આ વિવાહિત યુગલની વચ્ચેની કેમેસ્ટ્રી સમયની સાથે એટલી શાનદાર થઈ જાય છે કે તે પોતાના જૂના પ્રેમને પણ પોતાના પતિ માટે ઠોકર મારી દે છે. ફિલ્મ એ જાણવા માટે પૂરતી છે કે લગ્ન પછી એટલી મજબૂત બની શકે છે કે તે કોઈપણ વસ્તુને પાછળ છોડી શકે છે. ત્યાં સુધી કે તમારો પહેલો પ્રેમ પણ.

Watch Hum Dil De Chuke Sanam Movie Online - Stream Full HD Movies on Airtel  Xstream

4. હમ દિલ દે ચૂકે સનમ

પંરપરાઓ અને રિવાજની મિસાલ બનનારી નંદિની (એશ્વર્યા રાય) તે સમયે સમીર (સલમાન ખાન)ના પ્રેમમાં પાગલ થઈ જાય છે. જ્યારે તે ભારતીય શાસ્ત્રીય સંગીતની બારીકાઈથી શીખવા માટે તેમના પિતાને મળે છે. આ ફિલ્મમાં માત્ર બે પ્રેમ કરનારાની અધૂરી પ્રેમ કહાનીને દર્શાવવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ આ સંદેશ આપવા માટે પૂરતી છે. એક લગ્નમાં રહેતાં જો એકબીજા સામે આપસમાં સમજ, પ્રેમ-વિશ્વાસ અને સન્માન હોય તો કોઈનું પણ દિલ જીતી શકાય છે. આ કહાની હકીકતમાં દર્શાવે છે કે ઈચ્છા દિલ પર રાજ કરે છે. પરંતુ સાચો પ્રેમ તમારી આત્માને સ્પર્શે છે. જે સંપૂર્ણ રીતે બે વિપરીત લોકોને પણ પ્રેમના સંબંધમાં બાંધી શકે છે.

Image preview

5. મૈં, મેરી પત્ની ઔર વો

મૈં, મેરી પત્ની અને વો એક એવી ફિલ્મ છે. જે તમારા મુખ પર સ્મિત લાવી દે છે અને ખૂબ જ સરળતાથી રડાવે પણ છે. રાજપાલ યાદવ અને રિતુપર્ણા સેનગુપ્તા સ્ટારર આ ફિલ્મ આ સંદેશ આપવા માટે પૂરતી છે કે કોઈપણ રીતે એક બેદરકાર વ્યક્તિ લગ્ન પછી પણ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. ફિલ્મ તે બધી અસુરક્ષાઓ અને શંકાઓ વિશે છે જે ત્યારે સામે આવે છે. જ્યારે બે મેળ વગરના લોકો લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. જોકે સંબંધને જો સાચા દિલ અને મનથી નિભાવવામાં આવે તો કોઈપણ તમને અલગ કરી શકે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news