Urfi Javed: મોટી મુશ્કેલીમાં ઉર્ફી જાવેદ! મુંબઈ પોલીસે ખરેખર દાખલ કર્યો કેસ, જાણો શું કહ્યું?
Urfi Javed News: ઉર્ફી જાવેદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નાના કપડાં પહેરવાના ગુનામાં પોલીસની વરદીમાં આવેલા કેટલાક લોકો તેને પકડીને લઈ જાય છે. ત્યારબાદ સ્પષ્ટતા થઈ કે આ એક ફેક ધરપકડનો વીડિયો છે. જેને લઈને મુંબઈ પોલીસે હવે એક અધિકૃત નિવેદન આપ્યું છે.
Trending Photos
Urfi Javed News: ઉર્ફી જાવેદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નાના કપડાં પહેરવાના ગુનામાં પોલીસની વરદીમાં આવેલા કેટલાક લોકો તેને પકડીને લઈ જાય છે. ત્યારબાદ સ્પષ્ટતા થઈ કે આ એક ફેક ધરપકડનો વીડિયો છે. જેને લઈને મુંબઈ પોલીસે હવે એક અધિકૃત નિવેદન આપ્યું છે અને ઉર્ફી જાવેદ અને વીડિયો સંલગ્ન કેટલાક લોકો વિરુદ્ધ અપરાધિક કેસ દાખલ કર્યો છે.
અત્રે જણાવવાનું કે ઉર્ફી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેનો સોશિયલ મીડિયામાં એક ધરપકડ વીડિયો વાયરલ થયો. વીડિયોમાં એવું જોવા મળ્યું કે સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી સવારે કોફીનો આનંદ લઈને ઘરેથી નીકળી હતી ત્યારે અચાનક કથિત રીતે પોલીસ અધિકારીઓનો એક સમૂહ તેની ધરપકડ કરીને લઈ ગયા.
વીડિયોમાં એક મહિલા પોલીસ ઓફિસર ઉર્ફીને તેની સાથે પોલીસ સ્ટેશન આવવાનું કહે છે. જ્યારે ઉર્ફી તેમને પૂછે છે કે તેની ધરપકડ કેમ થઈ રહી છે તો અધિકારી કહે છે કે આટલા નાના નાના કપડાં પહેરીને કોણ ફરે છે? ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ત્યારબાદ નેટિઝન્સ વીડિયો પાછળની સચ્ચાઈ જાણવાની કોશિશ કરવા લાગ્યા.
URFI JAVED ARRESTED BY MUMBAI POLICE #
Shocking 😲#urfi #rfx #urfijaved #love #biggboss #photography #cute #smile #bollywood #colorstv #likeforlike #tellywood #pretty #andtvofficial #bollywoodactress #armeniafans #akarshvi #socialmediamarketing #andtv #inspired #urfitina… pic.twitter.com/Qx5H2gRNDR
— Peppermint (@peppermintsssv) November 3, 2023
હવે મુંબઈ પોલીસે એક અધિકૃત નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે વીડિયોમાં નજરે ચડી રહેલા પોલીસ અધિકારીઓ અસલમાં પોલીસકર્મીઓ નથી. મુંબઈ પોલીસે માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરેલા પોતાના નિવેદનમાં લખ્યું છે કે કોઈ સસ્તા પ્રચાર માટે કાયદા સાથે રમત કરી શકે નહીં. કથિત રીતે નાના કપડાં પહેરવાના જુલ્મમાં મુંબઈ પોલીસ દ્વારા એક મહિલાની ધરપકડ કરવાનો વાયરલ વીડિયો ખોટો છે. પોલીસની વરદી અને ચિન્હનો ખોટો ઉપયોગ થયો છે.
One Can’t Violate Law Of The Land, For Cheap Publicity !
A viral video of a woman being allegedly arrested by Mumbai Police, in a case of obscenity is not true - insignia & uniform has been misused.
However, a criminal case has been registered against those involved in the…
— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) November 3, 2023
અપરાધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નિવેદનમાં વધુમાં લખ્યું છે કે ભ્રામક વીડિયોમાં જે પણ સામેલ છે તેમના વિરુદ્ધ ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 171, 419, 500, 34 હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલુ છે. નકલી અધિકારીઓની ધરપકડ કરાઈ છે. ગાડી પણ જપ્ત કરાઈ છે.
વાયરલ વીડિયોમાં ઉર્ફી લાલ રંગના બેકલેસ ટોપમાં જોવા મળી, જેની સાથે તેણે ડેનિમ પેન્ટ પહેર્યું છે. નોંધનીય છે કે ઉર્ફી જાવેદ હાલમાં પોતાની ફેશનના કારણે મુશ્કેલીમાં મૂકાઈ હતી. ગત મહિને તેના વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. તેણે પોતાની ફેશન સેન્સના કારણે લોકોના ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. જેના વિશે વાત કરવામાં ક્યારેય તે ખચકાતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે