શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત વચ્ચે શું તફાવત? જાણો બ્રહ્માજીએ નારદને સંગીત શિખવ્યું એ પછીની રોચક વાતો
World Music Day 2022: ગીત પ્રત્યે લોકોનો પ્રેમ જોતા વિશ્વભરમાં સંગીત પ્રેમીઓ માટે એક દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો છે. દર વર્ષે 21 જૂનને વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે આ દિવસની શરૂઆત થઈ અને એ વાત પણ જાણીએ સંગીતે માણસના બાહ્ય જીવનને સૌથી વધુ પ્રભાવિત કેવી રીતે કર્યું છે.
- માનવ જીવનની મધૂર સહગામી છે સંગીત
- જન્મ લેતા પહેલાં જ કઈ રીતે ધ્વનિ સાથે સ્થાપિત થઈ જાય છે સંબંધ?
- 21 જૂને કેમ કરાય છે સંગીત દિવસની ઉજવણી?
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ જન્મ લેતા પહેલાં જ મનુષ્યનો ધ્વનિ સાથે સંબંધ સ્થાપિત થઈ જાય છે. આ સંબંધ મૃત્યુ સુધી રહેતો હોય છે. મનુષ્યના સામાન્ય અનુભવથી આ સર્વવિદિત છે કે ગર્ભસ્થ શિશુ પણ વિવિધ ધ્વનિઓ સાંભળીને પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. જ્યારે ધ્વનિ નિર્દિષ્ટ લય, તાલની સાથે અનુભૂતિયોને વ્યક્ત કરીને રસ ઉત્પન્ન કરે તો તેને સંગીત કહેવાય છે. માનવ મન સદા સંગીત તરફ આકર્ષિત થાય છે. સંગીત મનુષ્યને થાકમાંથી આરામના દૌરમાં લઈ જાય છે. સંગીતે મનુષ્યની ચેતનાને ઉધ્વર્ગામી બનાવી છે. ભારતીય સંગીતના રાગ હોય કે પછી પશ્ચિમી સંગીતના વિવિધ પ્રવાહ હોય, દરેક મનુષ્યના જીવનની વિવિધ અભિવ્યક્તિમાં નિમિત્ત છે. સંગીત પ્રત્યે લોકોનો પ્રેમ જોતા વિશ્વભરમાં સંગીત પ્રેમીઓ માટે એક દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો છે. દર વર્ષે 21 જૂનને વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે આ દિવસની શરૂઆત થઈ અને એ વાત પણ જાણીએ સંગીતે માણસના બાહ્ય જીવનને સૌથી વધુ પ્રભાવિત કેવી રીતે કર્યું છે.
આવી રીતે થઈ સંગીત દિવસની શરૂઆત:
સંગીત દિવસ ઉજવવાની ઘોષણા વર્ષ 1982માં ફ્રાન્સમાં થઈ હતી. આ દિવસ વિશ્વના તમામ સંગીતકારો અને સંગીતના પ્રેમીઓને સમર્પિત છે. વિશ્વ સંગીત દિવસને ફેટેડ લા મ્યૂઝિકના નામથી પણ ઓળખવામાં આવે છે. જેનો અર્થ છે સંગીત ઉત્સવ. ફેટેડા લા મ્યૂઝિકના પર્વ પર વિશ્વભરમાં અલગ અલગ સંગીતના કાર્યક્રમનું આયોજન થાય છે. કલાકારોને એક મંચ પર લાવવાનો પણ સંગીત દિવસનો ઉદ્દેશ્ય છે. વિશ્વમાં કુલ 17 દેશોમાં સંગીત દિવસ ઉજવવામાં આવે છે. આ 17 દેશોમાં ભારત, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ, લક્સમબર્ગ, જર્મની, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, લેબનન, કોસ્ટારિકા, ફિલિપિન્સ, મોરક્કો, મલેશિયા, રોમાનિયા, કોલંબિયા અને પાકિસ્તાન સામલે છે.
ભારતમાં સંગીતનો પ્રાદુર્ભાવ:
ભારતીય સંગીતનો પ્રારંભ વૈદિક કાળથી પણ પહેલા થયેલો હોવાનો માનવામાં આવે છે. પરંપરાગત માન્યતા છે કે બ્રહ્માએ નારદ મુનિને સંગીતની શિક્ષા આપી હતી. વાગ્દેવી એટલે સરસ્વતી માતા પણ સંગીતના અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. ભારતીય સંગીતને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને સુગમ સંગીત. ભારતીય શાસ્ત્રીય સંગીતના બે પ્રકાર છે. પ્રથમ કર્નાટક સંગીત અને બીજો હિન્દુસ્તાની સંગીત. ભારતીય શાસ્ત્રીય સંગીતના કુલ સાત સ્વર છે, જેને સપ્તક પણ કહેવાય છે. સપ્તકમાં ષડજ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ સામેલ છે. તેને સા, રે,ગ,મ,પ,ધ,નિ કહેવામાં આવે છે. કર્ણાટક સંગીતમાં ભક્તિ રસ વધારે જોવા મળે છે. ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠુમરી, હોરી, દાદરા, કજરી અને ચૈતી આવે છે. જ્યારે, સુગમમાં ફિલ્મી ગીત, ગઝલ અને ભજન આવે છે. ભારત સહિત વિશ્વભરમાં ભારતીય સંગીત સૌથી વધુ લોકપ્રીય છે.
સંગીતના પ્રસાર માટે આકાશવાણીની ભૂમિકા:
ભારતમાં સંગીતનો પ્રસાર અને કલાકારોને મંચ આપવા માટે આકાશવાણીની સૌથી મોટી ભૂમિકા રહી છે. ઑલ ઈન્ડિયા રેડિયોની સ્થાપના પછી કલાકારોને આમંત્રણ આપીને તેમના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવતુ હતું. રેડિયો આવ્યા પહેલા સંગીતનું પ્રસારણ સીમિત હતું અને ગણતરીના શ્રોતા જ સાંભળી શક્તા હતા. રેડિયોએ સંગીતની સીમાઓને તોડીને જન જન સુધી પહોંચાડ્યું છે. વર્ષ 1952માં શાસ્ત્રીય સંગીતનો રાષ્ટ્રીય કાર્યક્રમ, આકાશવાણીના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાંથી એક હતો. આકાશવાણીમાં સમય સમય પર સંગીત સભાનું આયોજન અને સંગીત કલાકારોના સાક્ષાત્કર કાર્યક્રમ પણ પ્રદર્શિત કરવામાં આવતો હતો. 1962માં દિલ્લીમાં આકાશવાણી વાદ્યવૃંદની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં લગભગ 27 વાદ્યોનું મિશ્રણ હતું. સ્થાપના પછી સંગીતના પ્રસારમાં સલંગ્ન આકાશવાણી, વર્તમાનમાં તત્પરતાથી આ ક્ષેત્રમાં કાર્ય કરે છે. વર્ષ 2016માં ગણતંત્ર દિવસ પર 24 કલાક શાસ્ત્રીય સંગીતને સમર્પિત ચેનલ રાગમની શરૂઆત કરવામાં આવી. આજે સંગીત પ્રેમી આ ચેનલના માધ્યમથી સંગીતનો લાભ લઈ શકે છે. લોક સંગીત અને સુગમ સંગીતથી સંબંધિત વિવિધ કાર્યક્રમ પણ રેડિયો પર પ્રસારિત કરવામાં આવે છે.
વ્યાધિયોથી મુક્ત કરે છે સંગીત:
સંગીત માત્ર મનોરંજનનું માધ્યમ નથી. સંગીતકારો માટે સાધના છે તો શ્રોતા માટે સુંદર અનુભૂતિ કરવાનું માધ્યમ છે. સંગીત લોકોને શારીરિક અને માનસિક તકલીફોમાંથઈ મુક્ત કરવામાં લાભદાયક છે. પાર્કિસન અન ડિપ્રેશનના શિકાર થયેલા દર્દીઓ માટે સંગીત ખુબ લાભદાયક છે. જેને વાઈબ્રોએકોસ્ટિક થેરાપી કહેવાય છે. જેમાં અલગ અલગ આવૃત્તિ પર સંગીત ધ્વનિથી તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને દર્દીઓને સંભળાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે