Road Accidents માં દુનિયાભરમાં આ હસ્તીઓ ગુમાવી ચુકી છે જીવ, સૌથી કરૂણ મોતની કહાની

આજે અમે તમને એવી સેલિબ્રિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના મૃત્યુથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી.

Road Accidents માં દુનિયાભરમાં આ હસ્તીઓ ગુમાવી ચુકી છે જીવ, સૌથી કરૂણ મોતની કહાની

નવી દિલ્લીઃ ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધનથી લોકો ખૂબ જ શોકમાં છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં તેમના મૃત્યુના સમાચારથી લોકો ચોંકી ઉઠ્યા હતા. પાછલા વર્ષોમાં, આવી ઘણી સેલિબ્રિટીઓએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમના મૃત્યુની માહિતીએ તેમના પ્રિયજનોની સાથે-સાથે સામાન્ય માણસને પણ હચમચાવી દીધા હતા. આજે અમે તમને એવી સેલિબ્રિટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના મૃત્યુથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી. જેમાં મનોરંજન અને ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલી ઘણી બધી હસ્તીઓનો સમાવેશ થાય છે.

ઈશ્વરી દેશપાંડે-
મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અભિનેત્રીએ 21 સપ્ટેમ્બર, 2021ના દિવસે ગોવામાં એક કાર અકસ્માતમાં અંતિમશ્વાસ લીધો હતો. આ ઘટના ગોવાના બરદેઝ તાલુકા પાસેના આર્પોરા નામના વિસ્તારમાં બની હતી. અભિનેત્રી સાથે કારમાં તેનો મિત્ર શુભમ દેડગે પણ હાજર હતો. આ અકસ્માતમાં તેનું પણ મોત થયું હતું.

ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝ-
પ્રખ્યાત તેલુગુ અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે પણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ઘાયલ તેના મિત્રનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ગાયત્રીને તેલુગુ વેબ સિરીઝ 'મેડમ સર મેડમ અંતે'થી ઓળખ મળી હતી.

નંદમુરી હરિકૃષ્ણ-
29 ઓગસ્ટ, 2018ના દિવસે, દક્ષિણ ભારતીય સુપરસ્ટાર જુનિયર NTRના પિતા નંદમુરી હરિકૃષ્ણાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રોડ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. તેમના પિતાની જેમ હરિકૃષ્ણ પણ એક અભિનેતા અને રાજકારણી હતા.

રેખા સિંધુ-
કન્નડ ટેલિવિઝન અભિનેત્રી રેખા સિંધુનું 5 મે, 2017ના દિવસે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ ચેન્નાઈ-બેંગલુરુ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી.

સોનિકા ચૌહાણ-
એક્ટ્રેસ, હોસ્ટ અને મોડલ સોનિકા ચૌહાણ પણ અકસ્માતમાં જીવ ગુમાવનાર સેલિબ્રિટીઓમાં સામેલ છે. સોનિકાનું 29 એપ્રિલ 2017ના દિવસે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તે બંગાળી અભિનેતા વિક્રમ ચેટર્જી સાથે પ્રવાસ કરી રહી હતી.

દીપ સિદ્ધુ-
પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું 15 ફેબ્રુઆરી, 2022ના દિવસે એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ખેડૂતોના આંદોલનથી ચર્ચામાં આવેલા સિદ્ધુ સાથે આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે પોતાના NRI મિત્ર સાથે કારમાં દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યા હતા. દરમિયાન હરિયાણાના ખરકોડા પાસે વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું.

જસપાલ ભટ્ટી-
ખ્યાતનામ હાસ્ય કલાકાર જસપાલ ભાટીનું 25 ઓક્ટોબર 2012ના દિવસે જલંધર પાસે એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ કોમેડિયન જ્યારે તેની પંજાબી ફિલ્મ 'પાવર કટ'ના પ્રમોશન માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. તેઓ 57 વર્ષના હતા.

એની હેચે-
હોલીવુડ અભિનેત્રી એની હેચે 5 ઓગસ્ટ 2022ના દિવસે એક ભયાનક રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં તેમને મગજમાં ગંભીર ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે 12 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ 53 વર્ષના હતા.

પોલ વોકર-
ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ'થી દુનિયામાં પદાર્પણ કરનાર 40 વર્ષીય સ્ટાર પોલ વોકરનું નોર્થ લોસ એન્જલસમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. 30 નવેમ્બર 2013 ના દિવસે જ્યારે તેમના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકો માની શકતા ન હતા કે તેમણે પાઉલને ગુમાવ્યા છે.

પ્રિન્સેસ ડાયના-
1 જુલાઈ 1961ના દિવસે જન્મેલી પ્રિન્સેસ ડાયનાનું 31 ઓગસ્ટ 1997ના દિવસે પેરિસમાં કાર અકસ્માતમાં અવસાન થયું હતું. જ્યારે ખૂબ જ સુંદર ડાયનાનું અવસાન થયું ત્યારે તેઓ 36 વર્ષના હતા. અકસ્માત સમયે તેઓ તેમના બોયફ્રેન્ડ અલ-ફાયદ ડોડી સાથે હતા. તેમના મૃત્યુના સમાચારથી લોકો ચોંકી ઉઠ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news