Corona News: ગુજરાત માટે રાહતના સમાચાર, નવા કેસ અને મૃત્યુમાં ઘટાડો
ગુજરાતમાં આજે નવા કેસનો આંકડો 14 હજારની નીચે આવી ગયો છે. મૃત્યુઆંકમાં પણ સામાન્ય ઘટાડો થયો છે.
Trending Photos
ગાંધીનગરઃ ગુજરાત માટે આજે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. નવા કેસનો આંકડો 14 હજારની નીચે પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 13847 નવા કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 172 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 10582 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 5 લાખ 81 હજાર 624 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 7355 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્ય માટે રાહતના સમાચાર
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4980 નવા કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 1795, રાજકોટ શહેરમાં 605, વડોદરા શહેરમાં 547, મહેસાણામાં 517, ભાવનગર શહેરમાં 410, સુરત ગ્રામ્ય 393, જામનગર શહેર 390, જામનગર ગ્રામ્ય 353, વડોદરા ગ્રામ્ય 236, બનાસકાંઠામાં 198, ખેડામાં 196 અને પાટણમાં 169 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુ
અમદાવાદ શહેરમાં 21 લોકોના મોત થયા છે. તો સુરત શહેરમાં 18, રાજકોટ શહેરમાં 10, વડોદરા શહેરમાં 11, મહેસાણામાં 4, ભાવનગર શહેરમાં 6, સુરત ગ્રામ્ય 6, જામનગર શહેર 9, જામનગર ગ્રામ્ય 7, વડોદરા ગ્રામ્ય 6, બનાસકાંઠા 3, પાટણમાં 4 લોકોના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 42 હજાર 139 છે. જેમાં 637 દર્દીઓ વેન્ટિલેટર છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 429130 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 7355 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 73.78 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી 98,111,863 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 24,92,496 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે