અમદાવાદના આંગણે આવ્યો કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
Hindu Adhyatmik Melo : અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું આયોજન. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાને કર્યું આયોજન... ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાયો છે મેળો... આધ્યાત્મિક મેળાની શરૂઆત કળશયાત્રાથી કરવામાં આવી... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મેળાનું ઉદ્ધાટન.. મેળામાં ગંગા અવતરણની અનુભૂતિ કરી શકાશે
Trending Photos
Ahmedabad News : જો તમે કુંભ જવા ઈચ્છતા હોય અને જઈ નથી શકતા તો ચિંતા ના કરતા. અમદાવાદ આવો અને અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં હિન્દુ ધર્મ વિશે જાણો. જી હાં, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે તમને હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં સેવા, સમરસતા, અધ્યાત્મ વિજ્ઞાનના આધારે જોવા મળે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના આ સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો અને હિન્દુઓને એ યાદ અપાવ્યું કે પહેલાં હિન્દુ છીએ એવું જાહેરમાં કહેતા પણ ડર લાગતો. જુઓ આ રિપોર્ટ.
અમદાવાદમાં હિન્દુઓના સૌથી મોટા હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન માત્ર મેળાની શરૂઆત કરાવી પરંતુ, સાથે સાથે મેળાની મુલાકાત પણ લીધી હતી. બાદમાં ગૃહમંત્રીએ કુંભના મેળાને લઈને નિવેદન આપ્યું અને એ પણ કહ્યું કે પહેલાં હિન્દુની ઓળખ આપવા પર પણ સંકોચ થતો હતો.
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા 23મી જાન્યુઆરીથી ચાર દિવસીય આ મેળાના સ્થાનને ‘અયોધ્યાપુરમ્’ નામ આપવામાં આવ્યું છે. 10 લાખથી વધુ લોકો મુલાકાતે આવવાના હોવાથી 10 એકરમાં વાહનો પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ વર્ષ 2018માં અમદાવાદમાં આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું હતું. 7 વર્ષ બાદ વધુ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં કાર્યો અંગે લોકોને જાગૃત કરાવવા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ સાથે આ મેળામાં 225થી વધુ સંસ્થાઓ ભાગ લીધો છે. 11 એકરમાં ષટ્કોણ થીમ પર સમગ્ર મેળાનું આયોજન કરાયું છે.
સાયન્સ હોલ, ખેલ મેદાન, યજ્ઞ શાળા, ફિલ્મ એક્ઝિબિશન, એક્ઝિબિશન એરિયાની સાથે વિશાળ પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મેળામાં સાધુ અને સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ મેળામાં સંસ્થાઓ તેઓની સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરીને લોકોને જાગૃત કરશે, જેમાંથી 90 ધાર્મિક સંસ્થાઓ પોતાના કાર્યોનું પ્રદર્શન કરશે.
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત મેળામાં વનવાસી ગામ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગામમાં આદિવાસી ગામના લોકોના જીવનની સાથે તેઓના રોજિંદા જીવનના ઉપયોગની વસ્તુઓ અને વાંજિંત્રોનું પ્રદર્શનની સાથે ગામડાની અનુભૂતિ થાય તેવો માહોલ પણ ઊભો કરવામાં આવ્યો છે. આદિવાસી વિસ્તારના લોકોના જીવનથી લોકોને અવગત કરવાનો પણ પ્રયાસ કરાયો છે.
સૌથી મહત્વની વાત અને આકર્ષણનું કેન્દ્ર ષટ્કોણ આકારનો આધ્યાત્મિક મેળો છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત આધ્યાત્મિક કુંભ એટલે કે મેળાની ડિઝાઇન સંસ્થાના વિશ્વ કલ્યાણ માટે સમાજને સંસ્કારિત કરવાના 6 સિદ્ધાંતો પર કરાયું છે. જેમાં વનોનું સંરક્ષણ અને વન્યજીવોનું રક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન, નિરંતર પર્યાવરણ જાળવણી, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાગરણ પર મેળાની ડિઝાઇન તૈયાર કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે