કુદરતને કંઈ અલગ જ મંજૂર હતું! પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Police Bharti Physical Test Exam : જુનાગઢમાં 32 વર્ષીય યુવકનું મોત... પીએસઆઇની ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક... ગઈકાલે સુરતમાં યુવકને ચાલુ દોડની કસોટી દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો અને મોત નિપજ્યું હતું... ગુજરાતમાં સતત બે દિવસમાં બીજો બનાવ
Trending Photos
Junagadh News જુનાગઢ : ગુજરાતમાં હવે હાર્ટ એટેકથી યુવકોના મોત વધુ જીવલેણ બની રહ્યાં છે. નાની ઉંમરના સગીરોથી લઈને યુવા વર્ગના લોકોને હાર્ટ એટેકથી મોત આવી રહ્યું છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો વધુ એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જુનાગઢમાં પોલીસ ભરતીમાં આવેલા યુવાનને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. યુવક પીએસઆઈની ભરતી માટે જુનાગઢ આવ્યો હતો, પરંતુ દોડની પરીક્ષા આપ્યા બાદ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને પળવારમાં તેનો જીવ ગયો હતો.
રાજ્યમાં હાર્ટ એટેકની અનેક ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. હાર્ટ એટેકથી સીધું મોત આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને યુવાનો, બાળકો ના મૃત્યુના કિસ્સા સામે આવી રહ્યા છે. હજી ગઈકાલે જ સુરતમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે એસઆરપી ગ્રૂપ11 ના પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપવા માટે આવેલા ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. તાપી જિલ્લાના 36 વર્ષીય સંજય ગામિતને હાર્ટ એટેકથી મોત આવ્યું હતુ. ત્યારે સતત બીજા દિવસે આવો કિસ્સો બન્યો છે. જુનાગઢમાં મિત્રના ઘરે રહીને સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા મૌલિક કિશોરભાઇ બારૈયા (32 વ.ર્ષ.) નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
મૌલિક પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જુનાગઢ આવ્યો હતો. આજે જુનાગઢમાં 11 રાઉન્ડ દોડની પરીક્ષા હતી. મૂળ ઉનાના મૌલિક બારૈયા એક રાઉન્ડમાં નાપાસ થયો હતો. પરીક્ષા આપી પોતાના મિત્રના ઘરે ગયો હતો, ત્યારે તેને હાર્ટએટેક આવ્યો હતો. આ ઘટના બાદ મૃતક મૌલિક બારૈયાના પરિવારને જાણ કરાઈ હતી.
સતત બીજા દિવસે પોલીસ ભરતીમાં યુવકનું મોત
દેશ અને રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સા ઓનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે. હાર્ટ એટેકના કારણે ખાસ કરીને યુવાનો અને બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં મુખ્યત્વે યુવાનો અને બાળકોના મોતની ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ પહેલા જ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં 9 વર્ષે બાળકીનું જમતા જમતા મોત નીપજ્યું હતું. હાલ રાજ્યમાં પોલીસ ભરતી માટે ઉમેદવારની શારીરિક કસોટી લેવાય રહી છે. ત્યારે ઉમેદવાર ગ્રાઉન્ડ પાસ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હાર્ટ એટેકથી મોતની ઉપરાઉપરી બે ઘટના બની છે. ગઈકાલે સુરતના વાવ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી ચાલી રહી છે. અને જેમાં પોલીસ ભરતી માટે ઉમેદવારો દૂર દૂર વિસ્તારથી આવી રહ્યા છે. જેમાં એસઆરપી 11 ગ્રુપના પોલીસ ભરતી માટે આવેલા ઉમેદવારનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી રહી છે. ઉમેદવારની પ્રથમ બેચમાં સંજય ગામીત પણ સામેલ હતો દોડની કસોટી આપી રહ્યા હતા. જેમાં શારીરિક કસોટી દરમિયાન સંજય ગામીત ૧૨ માં રાઉન્ડના અંતે જમીન પર ધડી પડ્યો હતો. જમીન પર ઢળી પડતાની સાથે ગ્રાઉન્ડ પર હાજર મેડિકલની ટીમે યુવાનને સીપીઆર તેમજ ઓક્સિજન મેડિસિન ટ્રીટમેન્ટ આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટ્રીટમેન્ટ બાદ પણ ઉમેદવાર બચી ન શક્યો હતો. અને યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આમ, કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય તેમ યુવા ઉમેદવારની પોલીસ ભરતી માટેની દોડ જિંદગીની અંતિમ દોડ તરીકે સાબિત થઈ રહી છે. બે યુવકોને આ દોડ તેના મૃત્યુ સુધી ખેંચી ગઈ. બંનેના પરિવારજનો સુધી મૃત્યુના સમાચાર પહોંચતા જ ગમગીની છવાઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે