પૂર્વ ફોજીની ક્રૂરતા! પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી પ્રેશર કૂકરમાં બાફ્યા! તળાવમાં ફેંકી આવ્યો

મૃતકના માતા-પિતાએ 13 જાન્યુઆરીએ મીરપેટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રકાશમ જિલ્લાના જેપી ચેરુવુનો રહેવાસી આરોપી ગુરુમૂર્તિ DRDOમાં આઉટસોર્સ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.

પૂર્વ ફોજીની ક્રૂરતા! પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી પ્રેશર કૂકરમાં બાફ્યા! તળાવમાં ફેંકી આવ્યો

Hyderabad News: ફરી એકવાર દિલ હચમચાવી નાંખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણાના હૈદરાબાદમાં એક રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. રંગારેડ્ડી જિલ્લાના મીરપેટના રહેવાસી ભૂતપૂર્વ સૈનિક ગુરુમૂર્તિએ પોતાની પત્ની વેંકટ માધવી (35)ની હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી પ્રેશર કૂકરમાં ઉકાળી દીધા હતી. આ સાથે જ જિલ્લેલાગુડાના ચંદન તળાવ વિસ્તારમાં પણ શરીરના અંગો ફેંકવામાં આવ્યા હતા. આ ગુનો રાચકોંડા કમિશનરેટ હેઠળ મીરપેટ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના માતા-પિતાએ આ મહિનાની 13 જાન્યુઆરીએ મીરપેટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રકાશમ જિલ્લાના જેપી ચેરુવુનો રહેવાસી આરોપી ગુરુમૂર્તિ DRDOમાં આઉટસોર્સ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. તે પોતાની પત્ની વેંકટ માધવી (35) અને તેમના બે બાળકો સાથે ન્યુ વેંકટેશ્વર નગર કોલોની જિલ્લેલાગુડામાં રહેતો હતો.

પોલીસની સામે આરોપીએ નાટક કર્યું
જ્યારે કેસની તપાસ શરૂ થઈ, ત્યારે આરોપી ગુરુમૂર્તિએ ઘટનાથી અજાણ હોવાનું નાટક કર્યું અને પૂછપરછ માટે તેના સાસરિયાઓ સાથે પોલીસ સ્ટેશન ગયો. જો કે બાદમાં પૂછપરછ દરમિયાન ગુનાને લગતી ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુમૂર્તિએ શંકાના આધારે પત્નીની હત્યા કરી અને તેના શરીરના ટુકડા કરી નાખ્યા. પછી પુરાવાનો નાશ કરવાના પ્રયાસમાં તેણે શરીરના કેટલાક ભાગોને પ્રેશર કૂકરમાં ઉકાળી દીધા. ગુપ્તતાને ધ્યાનમાં રાખીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news